
વિસાવદર, તા. 2 મે 2019, ગુરુવાર
સામાન્ય પ્રવાસીઓ અને માલધારીઓ માટે કાયદાના દંડા પછાડતું વન વિભાગ સરકારી બાબુઓને માટે નિયમો નેવે મૂકી દઈ રાત્રિના પ્રતિબંધિત વિસ્તારમાં જમવા અને સિંહ દર્શન માટે વિસાવદર મામલતદાર અને ટીડીઓને સરકારી ગાડીઓ લઈ ગેરકાયદેસર જંગલમાં જવાની પરવાનગી આપી દેવામાં આવતા આ મામલે ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશો થયા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, વિસાવદર રેન્જ હેઠળના અભ્યારણ્યમાં આવેલા લીલાપાણી નેશ વિસ્તારમાં વિસાવદર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પોતપોતાની સરકારી ગાડીઓ અને પોતાના સ્ટાફને લઈ જંગલમાં વનવિભાગના લીલાપાણી થાણા પર વનભોજન અને જંગલમાં સિંહ દર્શન કાર્યક્રમ કર્યો હતો. આ અંગે વિસાદર ટીડીઓએ સ્થાનિક આર.એફ.ઓ. ગઢવીની પ રમિશન પણ લીધી હતી અને સ્થાનિક આર.એફ.ઓ.એ. આ અંગે રાત્રિના પ્રતિબંધિત વિસ્તારોમાં જમવા અને સિંહ દર્શન માટેની છૂટ આપી હતી.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DHUSeH
No comments:
Post a Comment