- અછતના વર્ષમાં મગપલી મોંઘી થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું
- મદ્રાસ, હૈદ્રાબાદ સહિત દક્ષિણ ભારતના રાજયોમાંથી પ ણ એકાએક નીકળીતેલની ડીમાન્ડ
- સુદાન અને આફ્રિકાને બદલે ભારતમાંથી સિંગતેલની આયાત વધારતુ ચાયના

રાજકોટ, તા. 2 મે 2019, ગુરુવાર
ગુજરાતમાં લોકસભાની ચુંટણીઓ પુરી થાય તે પહેલાં જ તેલીયારાજાઓને સરકારે જાણે મોકળુ મેદાન આપી રહી હોય તે રીતે સીંગતેલના ડબાના ભાવમાં એકાએક રૂા ૩૦નો ઉછાળો આવતા ૧૫ કિ.ગ્રા. સિંગતેલના ડબાનો ભાવ રૂા. ૧૭૨૦થી રૂા ૧૭૫૦ને આંબી ગયો હતો.
અલબત બજારના સુત્રોએ સિંગતેલના ભાવવધારાની પાછળ ચાયનાની તેલ અને સિંગદાણાની ડીમાન્ડને જવાબદાર ગણાવી છે તેમજ દક્ષિણ ભારતના હૈદ્રાબાદ અને મદ્રાસસહિતના વિસ્તારોમાંથી પણ સૌરાષ્ટ્રમાંથી મોટાપાયે તેલ મોકલવામાં આવી રહ્યું હોવાથી ભાવમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં અછતના વર્ષને લીધે આ વર્ષે મગફલીનું ઉત્પાદન ઓછુ છે સરકારે ટેકાના ભાવે મગફલી ખરીદી હોવાથી તેલના ધંધાર્થીઓએ સરકાર પાસેથી જ મગફળી ખરીદવાની રહે છે.
બીજી બાજુ ચાયના છેલ્લા દોઢ વર્ષથી સુદાન અને આફ્રિકા સહિતના દેશોમાંથી સિંગતેલની આયાત કરતું હતું ત્યાં હવે કરન્સી નબળી પડતા આ વર્ષથી ચાયનાની બહુ મોટી તેલની ડીમાન્ડ ભારતમાં નીકળી છે. ૧૦૦-૧૦૦ કન્ટેનરના ઓર્ડર વેઈટીંગમાં પડયા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન સિંગદાણાનો પ્રતિ ટનનો ભાવ જે રૂા ૬ હ જારથી રૂા ૭૪ હજાર હતો તેમાં રૂા પાંચ હજાર જેવો વધારો થયો છે.
સિંગદાણાના ભાવો મગફળીનાં વધતા જતા ભાવોને કારણે ઉંચકાયા છે. તેમ જણાવી બજારનાં સુત્રોએ ઉમેર્યું હતું કતે, અછતના કારણે આ વર્ષે મગફલીનું ઉત્પાદન ઘટયુ છે. બીજી બાજુ ડીમાન્ડ વધી છે. દક્ષિણ ભારતનાં જુદા જુદા રાજયોમાંથી પણ અત્યારે તેલની મોટી ડીમાન્ડ છે. તેથી સિંગતેલના ભાવોમાં વધારો થયો છે. સિંગતેલની સાથે કપાસિયા તેલના ૧૫ લીટરના ડબ્બાનો ભાવ રૂા ૧૯૦૦ને આંબી ગયો હતો.
તેમજ બીજા રાજયોની તેલ અને સિંગદાણાની ડીમાન્ડમાં વધારો થશે તોહજુ ભાવ વધે તેવી સંભાવના દર્શાવવામાં આવી હતી. ભાવવધારાના આ પ્રકારનાં કારણો માટે સરકારની નીતિ જવાબદાર હોવાનું જણાવી સુત્રોએ ઉમેર્યું હતું કે, સિંગતેલ એ સામાન્ય પરીવાર માટે જીવન જરૂરીયાતની ચીજવસ્તુ છે તેમાં ભાવ વધારો ન થાય તે જોવાની જવાબદારી સરકારી તંત્રની હ ોય છે. ચુંટણીઓ પુરી થાય તેપહેલાં જ સિંગતેલના ભાવમાં હજુ ભડકો થાય તે પહેલાં અસરકારક પગલાં લેવા જરૂરી છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GUeayg
No comments:
Post a Comment