સુરત: કોન્ટ્રાક્ટ પર લેવામાં આવતા વાહનોનો ઉપયોગ જ નથી થતો અને ભાડું પુરતું ચુકવાય છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

સુરત: કોન્ટ્રાક્ટ પર લેવામાં આવતા વાહનોનો ઉપયોગ જ નથી થતો અને ભાડું પુરતું ચુકવાય છે

સુરત, તા. 3 મે 2019, શુક્રવાર

સુરત મહાનગરપાલિકામાં પાલિકા અને કોન્ટ્રાક્ટના વાહનો માં વ્હીકલ ટ્રેકીંગ સિસ્ટમ લગાડાયા બાદ તેના મોનીટરીંગમાં ચોંકાવનારી વાત બહાર આવી છે. પાલિકા વિવિધ કામગીરી માટે વાહનો વસાવે છે અને કોન્ટ્રાક્ટના લે છે તેમાં સંખ્યાબંધ વાહનોનો ઉપયોગ થતો નથી. તેમાં પણ ખાનગી માલિકીના વાહન કોન્ટ્રાક્ટ પર લેવામાં આવે છે તેનો ઉપયોગ ન થતો હોવા છતાં પુરતું ભાડું ચુકવવામાં આવે છે તે મુદ્દો બહાર આવતાં મ્યુનિ. કમિશ્નરે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.

સુરત મ્યુનિ.માં કોન્ટ્રાક્ટ અને પોતાના વાહનો રાખીને વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકામાં વિવિધ કામગીરી સાથે જોડાયેલા 544 જેટલા વાહનોમા વ્હીકલ ટ્રેકીંગ સિસ્ટમ (વીટીએસ) લગાડવામાં આવી છે. હાલ એક દિવસના રેન્ડમ સર્વેમાં મ્યુનિ. તંત્રને ચોંકાવનારી વિગત બહાર આવી છે. 

એક દિવસમાં જે સર્વે કરાયો જેમાં પાલિકાના 154 વાહનો અને કોન્ટ્રાક્ટના 20 વાહનોની કામગીરી જોવામાં આવી હતી. એક દિવસના આ સર્વેમાં મ્યુનિ.ના 8૯ અને કોન્ટ્રાક્ટના 5 વાહનો પાંચ મીનીટ પણ ન ચાલ્યા હોવાનું બહાર આવ્યું છે. 

પાલિકા કોન્ટ્રાક્ટ પર વાહનો લે તેમાં વાહનોને 8 કલાક ચલાવવાના હોય છે પરંતુ તે ચાલતા ન હોવા છતાં પાલિકાએ નક્કી કરેલું ભાડું ચુકવવું પડે છે. આ વાત મ્યુનિ. કમિશ્નરને ધ્યાનમાં આવ્યા બાદ કમિશ્નરે વાહનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે તાકીદ કરી છે. આ ઉપરાંત વ્હીકલ ટ્રેકીંગ સિસ્ટમ લગાવ્યા છે તે વાહનોનું રેન્ડમ નહીં સતત મોનીટરીંગ કરવું તેવી પણ સુચના આપી છે.

ડિવીડર મશીનની કામગીરી પણ શંકાના દાયરામાં
મ્યુનિ. તંત્રએ તાપી નદીમાંથી જળકુંભી બહાર કાઢવા માટે ડિવીડર મશીન પણ કોન્ટ્રાક્ટથી લીધું છે. આ ડિવીડર મશીનમાં એ પ્રકારની ફરિયાદ છે કે મશીન તાપી નદીમાં તો આઠ કલાક ઉભુ રાખવામાં આવે છે પરંતુ તેની કામગીરી આઠ કલાક થતી નથી. જો મ્યુનિ. તંત્ર કલાકને બદલે જળકુભીના જથ્થોની સરખામણી કરે તો જ ડિવીડર મશીનની કામગીર સચોટ થઈ શકે છે. ડિવીડર મશીનની કામગીરી અંગે અનેક વખત પ્રશ્નો ઉઠયા છે પંરંતુ અધિકારીઓ આ પ્રશ્નને ઉકેલવાના બદલે વિવિધ બહાના આગળ ધરીને કોન્ટ્રાક્ટના મશીનને પ્રોત્સાહન આપીને મ્યુનિ.ને લાખો રૂપિયાનો ચુનો લગાડી રહ્યાં હોવાનો આક્ષેપ થઈ રહ્યાં છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VIYUgW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages