જેમ્સ બોન્ડનું શૂટિંગ મોકૂફ રહ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

જેમ્સ બોન્ડનું શૂટિંગ મોકૂફ રહ્યું

જમૈકા તા. 15 મે 2019 બુધવાર

 જગવિખ્યાત બ્રિટિશ એજન્ટ જેમ્સ બોન્ડની પચીસમી ફિલ્મના અત્રે ચાલી રહેલા શૂટિંગમાં હીરો ડેનિયલ ક્રેગને એક સ્ટંટ કરવા જતાં થયેલી ઇજાના પગલે શૂટિંગ મોકૂફ રહ્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

બ્રિટિશ ટેબ્લોઇડ ધ સનના એક અહેવાલ મુજબ ડેનિયલ ક્રેગ પોતાના સ્ટંટ પોતે જાતે કરવાનો સદા આગ્રહ રાખે છે અને સ્ટંટ કરે છે. ગયા સપ્તાહે એવો એક સ્ટંટ કરવા જતાં આંખના પલકારા જેટલી સરતચૂક થતાં ડેનિયલ સેટ પર પછડાયો હતો અને એને તરત સારવાર માટે અમેરિકા જતી ફ્લાટમાં રવાના કરાયો હતો જેથી સમયસર સારવાર મેળવી શકે. 

પોતાની ઓળખ છૂપાવનારા સૂત્રને ટાંકીને ધ સને વધુમાં જણાવ્યું હતું કે જમૈકામાં ફિલ્મના પરાકાષ્ઠાનાં દ્રશ્યો લેવાઇ રહ્યાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો. વધુ વિગતો આપવાની આ સૂત્રે ના પાડી હતી. જો કે ઇજા ગંભીર હોઇ શકે છે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

અત્રે એ યાદ રહે કે બોન્ડની છેલ્લી ચાર-પાંચ ફિલ્મોમાં ચમક્યા પછી ડેનિયલ ક્રેગે આ રોલ કરવાની અનિચ્છા વ્યક્ત કરી હતી અને હોલિવૂડના અન્ય કલાકારોનાં નામ વારાફરતી ફરતાં થયાં હતાં જેમાં ઇદ્રિસ એલ્બા જેવા બિનગોરા કલાકારના નામનો સમાવેશ થયો હતો  .

જો કે ફિલ્મ સર્જકોએ ડેનિયલ ક્રેગને મેાં માગી ફી આપીને પણ મનાવી લીધો હતો અને પચીસમી ફિલ્મમાં પણ ડેનિયલ ક્રેગને જેમ્સ બોન્ડના રોલ માટે રાજી કરી લીધો હતો.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JB40FI

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages