મુંબઇ તા. 15 મે 2019 બુધવાર
મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમ હવે આમિર ખાનની સુપરહિટ નીવડેલી ફિલ્મ સરફરોશની સિક્વલમાં નહીં ચમકે એવી માહિતી મળી હતી.
લગભગ નવેક મહિના પહેલાં ખુદ જ્હૉને મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે અમે સરફરોશની સિક્વલની સ્ક્રીપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. એકવાર સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ જાય એટલે અમે આ ફિલ્મની બાબતમાં આગળ વધીશું. મારે ઓરિજિનલ ફિલ્મના ડાયરેક્ટર જ્હૉન મેથ્યુ મથ્થન સાથે વાતચીત થઇ ચૂકી છે.
પરંતુ લેટેસ્ટ માહિતી એવી છે કે જ્હૉન આ સિક્વલ સાથે સંકળાયેલો નથી. જ્હૉન આમિર ખાનનો ચાહક હોવા ઉપરાંત આમિર ખાનની આ હિટ ફિલ્મની સિક્વલ કરવા ઉત્સુક હતો. જ્હૉન અબ્રાહમ અને જ્હૉન મેથ્યુ મથ્થન સતત એકમેકના સંપર્કમાં હતા અને સ્ક્રીપ્ટ લેખન પર નજર રાખી રહ્યા હતા. પરંતુ ફિલ્મના બજેટ અંગે વાત જામી નહીં અને જ્હૉનને આ પ્રોજેક્ટમાંથી રસ ઊડી ગયો.
હાલ જ્હૉન અનિસ બઝ્મીની પાગલપંતી કરી રહ્યો છે. જુલાઇથી એ રેન્સિલ ડિસોઝાની બાઇક રેસિંગને લગતી કથા ધરાવતી હાલ અનટાઇટલ્ડ ફિલ્મ શરૃ કરશે.
આ અંગે મથ્થનને પૂછતાં એમણે કહ્યંુ કે મેં કદી જાહેરમાં એવું કહ્યું નહોતું કે સરફરોશની સિક્વલમાં હું જ્હૉન અબ્રાહમને લેવાનો છું. અમારી વચ્ચે વાટાઘાટો થઇ હતી એ વાત સાચી. પરંતુ એ મારી ફિલ્મનો હીરો હોવાનું મેં કદી કહ્યું નહોતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VoXPXt
No comments:
Post a Comment