ઇ-ચલણનો દંડ નહીં ભરે તો લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

ઇ-ચલણનો દંડ નહીં ભરે તો લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાશે

 વડોદરા,તા,14,મે,2019,મંગળવાર

સીસીટીવી કેમેરાની મદદથી જનરેટ થતા ઇ-ચલણનો દંડ નહીં ભરનાર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે એક વર્ષ દરમિયાન ૧.૨૨ લાખ વાહન ચાલકોએ ઇ-ચલણનો દંડ ભરપાઇ કર્યો નથી.

શહેર પોલીસ દ્વારા હવે ટ્રાફિક જવાનો પાસેથી મેમો બૂક પરત લઇ લેવામાં આવી રહી છે અને પોલીસ વિભાગનો ટાર્ગેટ છે કે એક મહિનામાં તમામ પોલીસજવાનો પાસેથી મેમો બૂક પરત લઇ લેવામાં આવે. તેની સાથે સાથે ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-ચલણ જ ઇસ્યૂ કરવાનું નક્કી થયું છે. પરંતુ ઘણા વાહન ચાલકો એવા છે કે જેઓ ઇ-ચલણ મળ્યા પછી પણ તેનો દંડ ભરતા નથી જેથી શહેર પોલીસ દ્વારા આર.ટી.ઓ. કચેરીમાં આવા વાહન માલિકની વિગતો મોકલીને તેમના લાયસ્સ સસ્પેન્ડ કરવામાં આવશે. એપ્રિલ-૨૦૧૮ થી એપ્રિલ ૨૦૧૯ દરમિયાન કુલ ૧,૨૨,૪૧૫ વાહન ચાલકોએ ઇ-ચલણનો દંડ ભરપાઇ કર્યો નથી. તેમની સામે ટૂંક સમયમાં જ કામગીરી હાથ ધરવામાં આવશે.

વાહનચાલકો ઇ-ચલણનો દંડ સહેલાઇથી ભરપાઇ કરી શકે તે માટે (૧) શહેરની કોઇપણ એસ.બી.આઇ. બેન્ક (૨) ટ્રાફિક પોલીસની વેબસાઇટ (૩) પોલીસ ભવન અને (૪) ટ્રાફિક શાખા કારેલીબાગ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E6YkzC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages