ઓડિશામાં વાવાઝોડા ફાનીનો મૃત્યુઆંક વધીને 29 : લોકોના રાષ વચ્ચે રાહત પેકેજની જાહેરાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

ઓડિશામાં વાવાઝોડા ફાનીનો મૃત્યુઆંક વધીને 29 : લોકોના રાષ વચ્ચે રાહત પેકેજની જાહેરાત


(પીટીઆઇ) ભુવનેશ્વર, તા. 5 મે, 2019, રવિવાર

  દેશના પૂર્વ કિનારાના રાજ્ય ઓડિશામાં ત્રાટકેલા ચક્રવાત ફાનીમાં બોગ બનેલાઓની સંખ્યા આજે વધીને ૨૯ થઇ હોવાનું સત્તાવાળાઓએ કહ્યું હતું. વાવાઝોડાના કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને પીવાના પાણીની તંગી સર્જાઇ હતી.

 ચક્રવાતના ભોગ બનેલાઓ માટે રાહત પેકેજની જાહેરાત કરતાં મુખ્ય મંત્રી નવીન પટનાયકે કહ્યું હતું કે પુરી અને ખુરદાના અસરગ્રસ્ત પરિવારોને ૫૦ કિલો ચોખા અને રોકડા રૂપિયા બબ્બે બજાર અપાશે.

 ખુરદા જિલ્લાના બાકીના વિસ્તાર માટે ફુડ સીક્યોરિટી એક્ડ હેઠળ એક મહિનાનો ચોખાનો ક્વોટા અને રૂપિયા એક હજાર તેમજ પોલીથીન શીટ્સ મળશે.કટક,કેન્દ્રપાડા અને જગતપુરા જેવા  ઓછી અસર વાળા લોકોને એક મહિના માટે ચોખા અને રૂપિયા ૫૦૦ અપાશે, એમ પટનાયકે કહ્યું હતું.ઉપરાંત સંપૂર્ણ રીતે નાશ પામેલા મકાનો માટે રૂ.૫૨૦૦૦ અને  આંશિક નુકસાન વાળા મકાનોને રૂ.૩૨૦૦ અપાશે. 

પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે  સૌથી ખરાબ અસરવાળા વિસ્તાર પુરા શહેરના ૭૦ ટકા ભાગમાં પીવાના  પાણીનો પુરવઠો શરૂ કરાયો હતો.રાજ્યના પાટનગર ભુવનેશ્વરમાં ૪૦ ટકા હિસ્સાને પાણી પુરૂં પડાયું હતું.'મને આશા છે કે આજ સાંજ સુધીમાં સંપૂર્ણ રીતે પાણી પુરવઠો શરૂ કરી શકાશે'એમ પાંચમી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરનાર બીજુ જનતા દળના વડાએ કહ્યું હતું.

ફાનીના નુકસાન અંગે જાણવા મોદીએ ફોન કર્યો, મમતાએ જવાબ ના આપ્યો!

નવી દિલ્હી, તા. 5 મે, 2019, રવિવાર

ઓડિશામાં ત્રાટકેલા ચક્રવાત ફાનીના નુકસાન અંગે વડા પ્રધાન મોદીએ ઓડિશાના મુખ્ય મંત્રી સાથે વાત કરી હતી, પરંતુ બંગાળના મુખ્ય મંત્રી સાથે વાત ના કરી હોવાનું તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ મોદી પર આક્ષેપ કર્યો હતો. જો કે તૃણમુલ કોંગ્રેસના નેતાઓના આક્ષેપને વડા પ્રધાન કાર્યાલયે ફગાવી દીધો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે મોદીએ ફોન કર્યો હતો, પરંતુ મમતા બેનર્જીએ ફોન ઉપાડયો જ નહતો.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે ત્યાર પછી મોદીએ બંગાળના રાજ્યપાલ કેસરી નાથ ત્રિપાઠીને ફોન કર્યો હતો. વડા પ્રધાનના સ્ટાફે બે વાર મમતા બેનર્જી સાથે વાત કરાવવાનો પ્રયાસો કર્યો હતો, પરંતુ બંને વખતે તેમને કહેવામાં આવ્યું હતું કે મુખ્ય મંત્રી ફોન કરશે. એક વખતે તો એમ પણ કહ્યું હતું કે મુખ્ય મંત્રી પ્રવાસમાં છે. 

મમતા બેનર્જી સાથે વાત નહીં થતાં અંતે વડા પ્રધાને રાજ્યપાસ ત્રિપાઠી સાથે વાત કરી હતી. મોદીએ આ વાત ટ્વિટ કરીને પણ શરે કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VhA6xh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages