બીજા લગ્ન કરાવનાર ગોરમહારાજને પતિએ કોર્ટમાં સાક્ષી માટે જવા ન દઇ અપહરણ કરાવ્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

બીજા લગ્ન કરાવનાર ગોરમહારાજને પતિએ કોર્ટમાં સાક્ષી માટે જવા ન દઇ અપહરણ કરાવ્યું

વડોદરા,તા.25 મે,2019,શનિવાર

બીજા લગ્ન કરનાર પતિ સામે પહેલી પત્નીએ કેસ કરતાં સાક્ષી તરીકે હાજરી આપવા  જતા ગોર મહારાજને પતિ અને તેના સાગરીતે અટકાવતાં તેમણે ફરિયાદ કરી છે.

ફતેપુરામાં રહેતા સતિષ પાઠકે પોલીસને કહ્યું છે કે,જૂન-૨૦૧૬માં  ઘનશ્યામ ફૂલબાજે મને કારમાં રાજપીપળા લગ્નની વિધિ માટે લઇ ગયો હતો અને તેણે પોતે એક યુવતી સાથે લગ્ન કર્યા હતા.જેની ફરિયાદ તેની પહેલી પત્ની મનિષાએ કરતાં કોર્ટે મને તા.૨૩મીએ સાક્ષી તરીકે બોલાવ્યો હતો.

હું કોર્ટમાં ગયો ત્યારે કોર્ટના પ્રાંગણમાં ઘનશ્યામે મને ગાળો ભાંડી ધમકાવ્યો હતો.તેનો સાગરીત મને સ્કૂટર પર કોઇ નવી સાઇટ પર લઇ ગયો હતો અને મારો ફોન બંધ કરી ત્યાંથી બે વાગે મને કોર્ટમાં મુકી ગયો હતો.ફરિયાદને આધારે ગોત્રી પોલીસે નામચીન ઘનશ્યામ ફૂલબાજે સામે ગુનો નોંધ્યો છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QmW7Fb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages