વડોદરા,25 મે 2019
સુરતમાં બનેલી ગોઝારી ઘટના બાદ રાજ્યભરમાં ટ્યુશન ક્લાસીસ પર તવાઈ શરૂ કરી છે સરકારે તમામ ટ્યુશન ક્લાસીસ ફાયર સેફ્ટીની એન.ઓ.સી ન આવે ત્યાં સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.ત્યારે શહેરી વિસ્તાર સિવાયના વિસ્તારમાં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનું ફરમાન આપવામાં આવ્યું છે.
સુરતમાં બહુમાળી ઈમારત ના ટ્યુશન ક્લાસીસ માં લાગેલી આગ બાદ વિદ્યાર્થીઓનો મોત નો આંકડો હજી વધી રહ્યો છે.કેટલાક વિદ્યાર્થીઓ હાલ પણ જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે ત્યારે ફાયર સેફ્ટીના સાધનો વિના ચાલતા ટ્યુશન ક્લાસીસ સામે સરકારે લાલ આંખ કરી છે.જો ટ્યુશન ક્લાસીસ ફાયર વિભાગની પરવાનગી વિના ચાલતા હશે તો વીજ કનેક્શન કાપી નાંખવા સુધીની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે.શહેરી વિસ્તારમાં પોલીસ કમિશનર સહિત ફાયર બ્રિગેડ ના અધિકારીઓ તેમજ પાલિકાના અધિકારીઓ આ કામગીરીમાં જોડાશે જ્યારે જિલ્લાના વિસ્તારોમાં વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તાત્કાલિક ધોરણે ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે.જો જાહેરનામાનો ભંગ થશે તો ટ્યુશન ક્લાસીસ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેમ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XcXI3b
No comments:
Post a Comment