વડોદરા,તા.25 મે,2019,શનિવાર
વડોદરા શહેર પોલીસ દ્વારા પણ પોત પોતાના પોલીસ સ્ટેશન દીઠ ટયુશન ક્લાસોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
પોલીસ કમિશનરે ફાયરની એનઓસી વગર ટયુશન ક્લાસ શરૃ નહીં કરવા માટે બહાર પાડેલા જાહેરનામા બાદ આજે ચાર ડીસીપીના નેજા હેઠળ તમામ પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા પોતપોતાના વિસ્તારમાં આવતા ટયુશન ક્લાસોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરે કહ્યું હતું કે,પોલીસ દ્વારા વખતો વખત ક્લાસોમાં ચેકિંગ કરવામાં આવશે અને એનઓસી વગર ક્લાસ ચલાવનાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત પોલીસ ટયુશન ક્લાસના સંચાલકો સાથે મીટિંગ કરી જરૃરી સૂચનાઓ પણ આપશે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30L6uYj
No comments:
Post a Comment