અમદાવાદ,શુક્રવાર
દેશભરની આર્કિટેકચર કોલેજોમાં પ્રવેશ માટેની નાટા( નેશનલ એપ્ટિટયુડ ટેસ્ટ ફોર આર્કિટેકચર )નું આજે વિધિવત રીતે ઓનલાઈન પરિણામ જાહેર થનાર હતું.કાઉન્સિલની ટેસ્ટિંગ એજન્સી દ્વારા રાતના ૧૦ વાગ્યા સુધી પરિણામ જાહેર કરવામા આવ્યુ ન હતું.પરંતુ સાંજના ૬થી૭ વાગ્યાની આસપાસ પરિણામની ઓનલાઈન લિંક હેક થઈ જતા પરિણામ લીક થઈ ગયુ હતુ અને અનેક વિદ્યાર્થીઓએ સ્કોર જોઈ લીધો હતો તેમજ કેટલાક વિદ્યાર્થીઓને સ્કોરકાર્ડ પણ જોવા મળ્યુ હતું.
આર્કિટેકચર કાઉન્સિલની પરીક્ષા એજન્સી દ્વારા ગત ૧૪મી એપ્રિલે દેશભરમાં નાટા પરીક્ષા લેવામા આવી હતી. આ વર્ષથી વર્ષમાં બે વાર નાટા લેવાનાર છે ત્યારે એપ્રિલમાં પ્રથમ તબક્કાની પરીક્ષા હતી.જેનું પરિણામ આજે જાહેર થનાર હતું. પરંતુ પરિણામ જાહેર થાય તે પહેલા લીક જતા મોટો વિવાદ થયો હતો.આર્કિટેકચર કાઉન્સિલના ચેરમેનનું કહેવુ છે કે અમે પરિણામની લિંક નાટાની ઓફિશિયલ વેબસાઈટ પર મુકી જ ન હતી અને તે પહેલા પરિણામના ટેસ્ટિંગ સમયે ખબર નહી લીંક ખુલી જતા કેટલાક વિદ્યાર્થીઓએ જોઈ લીધુ હશે.ેઅમને પણ ખબર નથી આવુ કઈ રીતે બન્યુ છે.પરંતુ પરિણામ તૈયાર થઈ ગયુ છે અને આજે મોડી રાત સુધીમાં પરિણામ વિધિવત રીતે અમારી એજન્સી દ્વારા જાહેર કરી દેવાશે.અગાઉ આઈઆઈએમ પ્રવેશ માટેની કેટમાં પણ આવુ બની ચુક્યુ છે પરિણામ જાહેર થાય તે પહેલા જ લિંક હેક થતા ટેકનિકલ ખામીને લીધે પરિણામ જાહેર થઈ ગયુ હતુ અને અનેક વિદ્યાર્થીઓને પરિણામ જોવા મળી ગયુ હતું. હવે નાટાની પરીક્ષાના પરિણામમાં પણ પ્રથમવાર આવુ બન્યુ છે.
ટેસ્ટિંગ એજન્સી દ્વારા વિદ્યાર્થીના સીટ નંબર લોગ ઈન આડી સાથેની ઓનલાઈન પરિણામની લીંક વેબસાઈટ પર મુકવામા આવે અને વિધિવત પરિણામ જાહેર થાય તે પહેલા જ કોડિંગથી કોઈએ લિંક હેક કરી ખોલી નાખતા હજારો વિદ્યાર્થીઓએ પરિણામ જોઈ લીધુ છે પરંતુ વિદ્યાર્થીઓએ જોઈ લીધેલ પરિણામ અને સ્કોર વિધિવત રીતે જાહેર થનારા પરિણાથી અલગ હશે કે કેમ અને વિદ્યાર્થીઓનું પરિણામ તો નહી બદલાયને તેને લઈને પણ મુંઝવણ ઉભી થઈ છે.મહત્વનું છે કે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વેબસાઈટ પર કોઈ મોટી લિંક દેખાતી હતી અને તેના પરથી સ્કોર કાર્ડ જોવા મળી ગયુ હતું પરંતુ આ છબરડો થતા બાદમાં લિંક હટાવી લેવાઈ હતી.જ્યારે કાઉન્સિલનું કહેવુ છે કે લિંક મુકવામા જ આવી નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IYzNRc
No comments:
Post a Comment