ગુજકેટની ફાઈનલ આન્સર કી જાહેર ઃવધુ એક પ્રશ્નમાં ભૂલ હોવાથી એક ગુણ અપાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

ગુજકેટની ફાઈનલ આન્સર કી જાહેર ઃવધુ એક પ્રશ્નમાં ભૂલ હોવાથી એક ગુણ અપાશે

અમદાવાદ,શુક્રવાર

ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાયા બાદ બોર્ડ દ્વારા વાંધા રજૂઆઆતો મંગાવવામા આવી હતી જેમાં ફિઝિક્સના એક પ્રશ્નમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાનું પુરવાર થતા બોર્ડ દ્વારા સુધારો કરીને આજે ફાઈનલ આન્સર કી જાહેર કરાઈ છે.જે મુજબ વધુ એક પ્રશ્નમાં ચારેય વિકલ્પો સાચા ગણીને વિદ્યાર્થીને એક માર્કસ અપાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૨૬મી એપ્રિલે લેવાયેલી ઈજનેરી-ફાર્મસી માટેની ગુજકેટ પરીક્ષાની ગત ૨૯મીએ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામા આવી હતી.જેમાં ફિઝિક્સના ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાથી બોર્ડે ચારેય વિકલ્પ સાચા ગણ્યા છે.જ્યારે ગણિતના ત્રણેય માધ્યમના પ્રશ્નપત્રમાં એક પ્રશ્નમા ભૂલ હોવાથી તે પ્રશ્નના પણ ચારેય વિકલ્પ સાચા ગણવા બોર્ડે જાહેર કર્યુ હતું.આમ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે બે પ્રશ્નમાં ભૂલો હોવાથી જવાબ માટે ચારેય વિકલ્પમાથી કોઈ પણ એક વિકલ્પ ગણી બે માર્કસ આપવાનું નક્કી કરાયુ હતું. પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ પણ વિદ્યાર્થી કે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા રજૂઆત બોર્ડ દ્વારા મંગાવવામા આવી હતી.

જેમાં ઘણી રજૂઆતો આવી હતી.જેમાં ફિઝિક્સના ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી સહિતના ત્રણેય માધ્યમના પ્રશ્નપત્રમાં એક  પ્રશ્નમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હતી.જેમાં પ્રશ્નમાં અપાયેલ જે લેટર કેપિટલને બદલે સ્મોલ હતી.જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી નિષ્ણાંતોના મતના આધારે વધુ એક પ્રશ્નમાં ચારેય વિકલ્પ સાચા ગણવામા આવશે.આમ ગુજકેટમાં વિદ્યાર્થીને કુલ ત્રણ માર્કસ પ્રદાન થશે. ગુજકેટનું પરિણામ આગામી ૯મીએ જાહેર થનાર છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JeI17q

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages