શહેર બહારથી આખલા સરનામા શોધી પરત ! ફરી એ જ દ્રશ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

શહેર બહારથી આખલા સરનામા શોધી પરત ! ફરી એ જ દ્રશ્યો


ભાવનગર, તા. 03 મે 2019, શુક્રવાર

નિંભર અને તદ્દન બેપરવાહ મહાપાલિકાને પ્રજાની પરેશાનીની કશી જ પરવા ન હોય તે હવે જાહેર માર્ગો પર સાબિત થયેલી વાત છે. રખડતા ઢોર અંગે તંત્ર પાસે કોઇ ઉકેલ નથી અથવા તો કશું જ કરવાની તૈયારી નથી. પ્રજામાં ઉહાપોહ થાય ત્યારે થોડા આખલા-ખુંટીયા પકડી શહેર બહાર છોડી સંતોષ લેતી મહાપાલિકા પાસે કોઇ રસ્તો જ નથી? શહેર બહાર ગયેલા આખલા-ઢોર તો સરનામુ શોધી પાછા શહેરમાં આવી ગયા અને પોતાના 'ઢોરવેડા' કરવા લાગ્યા છે.

શુક્રવારે ભીડભંજન મહાદેવ સામે બે આખલાએ ત્રણ બાઇકને ઝપટે લીધા અને એક શખસે હિંમત કરી આ આખલાયુધ્ધમાં વિરામ કરાવ્યો ત્યારે રાહત થઇ. આજ રીતે જિલ્લા પંચાયત પાસેપણ ત્રણ વખત આવી જ સ્થિતિ સર્જાય હતી. હવે તો આવા દ્રશ્યો મહાપાલિકાના પરિસરમાં સર્જાય અને કેટલાક અડફેટે ચડે તો જ કંઇક થાય એમ લોકો કહે છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZRIJ04

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages