ક્રિકેટનો જુગાર રમાડતા છ સટોડિયાઓ પકડાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

ક્રિકેટનો જુગાર રમાડતા છ સટોડિયાઓ પકડાયા

 વડોદરાતા,4,મે,2019,શનિવાર

આઇપીસીએલની મેચ પર સટ્ટો રમાડતા વધુ છ સટોડિયાઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓ ઓનલાઇન એપ્લીકેશનના આધારે સટ્ટો રમાડતા હોવાની વિગતો જણાવતા હોઇ ડીસીબી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ગત ૨૪મી તારીખે વાઘોડિયા રોડની વિરપુરનગર સોસાયટીમાં આઇપીએલની મેચ પર સટ્ટો રમાડતા ત્રણ આરોપીઓ ૧. પ્રતિક અશોકભાઇ શાહ ૨. નિર્મલ અનિલભાઇ પટેલ અને ૩. પ્રદ્યુમનસિંહ નટવરસિંહ રાજને ડીસીબી પોલીસે ઝડપી પાડયા હતા. ડીસીબી પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન ત્રણેય આરોપીઓ આગળ જે વ્યક્તિઓ પાસે સટ્ટો કપાવતા હતા તેમને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. જેમાં ૧. અનુજ કમલેશભાઇ જોશી (રહે. શ્રીનાથજી પાર્ક સોસાયટી વાઘોડિયા રોડ) ૨. હર્ષ દિપકભાઇ ઠક્કર (રહે. પુષ્ટિપ્રભા સોસાયટી વાઘોડિયા રોડ) ૩. સુમિત જગદીશભાઇ પટેલ (રહે. વૃંદાવન પાર્ક સોસાયટી કારેલીબાગ) ૪. ચિરાગ જશુભાઇ સોલંકી (રહે. સમીરપાર્ક સોસાયટી વાઘોડિયા રોડ) ૫. કીર્થ કલ્પેશભાઇ પટેલ (રહે. આકાર કોમ્પલેક્ષ સુભાનપુરા) ૬. હર્ષ ઉર્ફે સન્ની હરેશકુમાર પંડયા (રહે. ચંદનબાબા પાર્ક વાઘોડિયા રોડ) નો સમાવેશ થાય છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VHz7WB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages