વડોદરા,તા,4,મે,2019,શનિવાર
કારનો નંબર બદલીને ખોટી નંબર પ્લેટ લગાવીને દારૃની હેરાફેરી કરતાં બે આરોપીઓને બાપોદ પોલીસે ઝડપી પાડયા છે. અને બોગસ નંબર પ્લેટ લગાવીને ફરવાનો અલગથી ગુનો દાખલ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે પોલીસે સયાજી ટાઉનશીપ વુડાના મકાન પાસેથી વિદેશી દારૃની ૧૦૮ બોટલો કિંમત રૃપિયા ૫૪૦૦૦ ભરેલી કાર ઝડપી પાડી હતી. અને બે આરોપીઓ ૧. સતિષ ગિરીશભાઈ વસાવા (રહે. કિશનવાડી , ઝંડાચોક મૂળ રહે. પુનિત) ગામ તા. કરજણ અને ૨. નીતિન બાબુલાલ ઠક્કર (રહે. શ્રી હરિ ટાઉનશીપ આજવા રોડ)ની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ કારની સાચી નંબર પ્લેટ કાઢીને ખોટી નંબર પ્લેટ લગાવી હતી. જે નંબર પ્લેટ આરોપીઓએ લગાવી હતી. તે નંબરનું રજિસ્ટ્રેશન બોલેરો કેમ્પર ગાડીનું હતુ.
જેથી બાપોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો ઉપરાંત બોગસ નંબર પ્લેટનો પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lo5YeU
No comments:
Post a Comment