(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.26 મે 2019, રવિવાર
સુરત મ્યુનિ.ના વરાછા ઝોનના ભ્રષ્ટ અધિકારી અને રાજકારણીઓની મીલી ભગતના કારણે વરાછામા એક બે નહીં સેંકડોની સંખ્યામાં તક્ષશિલા આર્કેડ જેવી જોખમી બિલ્ડીંગ છે. વરાછાના મેઈન રોડ પર જ ટેરેસ કવર્ડ કરીને ડોમ બનાવી દીધા હોય તેવી સંખ્યાબંધ મિલ્કત હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. હીરા બાગ સર્કલ પર આવેલી આ બિલ્ડીંગ બે ત્રણ માળની નહીં પરંતુ ૬થી ૭ માળની છે જેના કારણે કોઈ હોનારાત થાય તો ટેરેસ પર હોય તેનો જીવ બચી જ શકે તેમ નથી.
સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડમાં ટેરેસ પર ડોમ બનાવી દીધો તેમાં દુર્ઘટના થતાં ૨૦ માસુમોએ જીવ ગુમાવ્યા છે અને હજી પણ કેટલાક માસુમોની હાલત ગંભીર છે. આ દુર્ઘટનામાં ઈમ્પેક્ટ ફીમાં મંજુર થયું હતું તેના કરતાં વધુ અને જોખમી બાંધકામ થયું હતું. ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ડોમને પણ મંજુરી આપી દીધી હોવાથી આ દુર્ઘટના થઈ હતી. વરાછા ઝોનમાં ભ્રષ્ટ અધિકારી અને રાજકારણીઓની મીલી ભગતના કારણે તક્ષશિલા આર્કેડ જેવી સંખ્યાબંધ મિલ્કતો દુર્ઘટનની રાહ જોઈ રહી છે.
વરાછઆના હાર્ડ સમાન હીરા બાગ સર્કલ પર છથી સાત માળની અનેક બિલ્ડીંગ પર ટેરેસ કવર્ડ કરીને બાંધકામ કરવામા આવ્યું છે અથવા ઢોમ બનાવવામાં આવ્યો છે. જાહેર રોડ પર લાખો લોકોની જ્યાં રોજીંદી અવર જવર હોય તેમ છતા ટેરેસ પર બાંધકામ થતું હોય તેમાં પાલિકાના અધિકારીઓની સીધી સંડોવણી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. અધિકારી- રાજકારણીઓની મીલી ભગતથી બનેલી આ બિલ્ડીગ ભલે ઈમ્પેક્ટ ફીમં મંજુર થઈ ગઈ હોય પરંતુ જો આગ જેવી દુર્ધટના થાય તો જાનહાનીનો આંકડો મોટો થઈ શકે તેમ છે. તક્ષશિલા દુર્ઘટના બાદ જો મ્યુનિ. અને સરકારની આંખ ખુલે તો આવી ઈમ્પેક્ટ ફી હેઠળ મંજુર થયેલી પણ લોકોના જાન માલ માટે જોખમી બિલ્ડીંગો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જો મ્યુનિ. તંત્ર કાયદાની છટકબારી બતાવી આવી બિલ્ડીંગ સામે કોઈ કાર્યવાહી ન કરે તો સુરતમાં આવી જોખમી બિલ્ડીંગોમાં તક્ષશિલા જેવી દુર્ઘટના રોકવી શક્ય નથી.
પાછલા ભાગે લોખંડના દાદર મુકાયા છે સુરતના વરાછા ઝોનમાં હીરા બાગ સર્કલ પર જે છથી સાત માળની બિલ્ડીંગના ટેરેસને કવર્ડ કરીને ડોમ બનાવી દેવાયા કે બાંધકામ કરાયું છે તે બિલ્ડીંની પાછળના ભાગે લોખંડના દાદર બનાવી દેવામાં આવ્યો છે. સાંકડો લોખંડનો વળાંકવાળો દાદર છઠ્ઠા માળ સુધી પહોંચે છે. મુખ્ય માર્ગ પર ટેરેસ કવર્ડ કરીને થયેલું બાંધકામ અને ડોમ બનાવવામાં આવ્યો છે તેમાં જો કોઈ આગ લાગે તો આ પ્રકારની સીડી જીવ બચાવવા મામટે કામ લાગી શકે તેમ નથી. જાહેર રોડ પર આવા પ્રકારના બાંધકામ કેવી રીતે બની ગયાં ક્યારે બન્યા અને કોણે તેને મંજુર કરાવ્યા તે તપાસનો વિષય છે. જો આ બિલ્ડીંગ અંગે તપાસ કરવામા આવે તો અનેક અધિકારીઓના નામ ખુલી શકે છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30KnYUv
No comments:
Post a Comment