ટયુશનની બિલ્ડીંગ કાયદેસર છે કે નહી તે મા-બાપ ચેક કરવા જવાના નથી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

ટયુશનની બિલ્ડીંગ કાયદેસર છે કે નહી તે મા-બાપ ચેક કરવા જવાના નથી


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 મે 2019, શનિવાર

હાલમાં જ જેઇઇની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે ૮૫મો રેન્ક મેળવનાર દર્શન ઢોલાની જુલાઇમાં નાટાની પરીક્ષા પહેલા દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. આઇસીયુમાં દાખલ દર્શનના પિતાએ રડતા રડતા કહયું કે, ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે. મારો દીકરો પણ છેલ્લા બે વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો કાલે પણ તે કોચિંગ ક્લાસમાં ગયો હતો અને આગ લાગી ત્યારે એ પોતાનો જીવ બચાવવા માટે નીચે કુદયો હતો.

નીચે તેને બે વ્યક્તિઓએ ઝીલ્યો હતો. પણ તેનું વજન વધારે હોવાથી નીચે પટકાતા માથામાં અને થાપાના ભાગે ઇજા થઇ છે. આ ઘટના ફાયર વિભાગ અને અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવે છે. માતા-પિતા ટયુશનમાં બિલ્ડીંગ કાયદેસર છે કે ગેરકાયદેસર એ  ચેક કરવા જવાના નથી. ઘટના બન્યા બાદ વિદ્યાર્થીઓને બહાર નીકળવા માટે એક કલાકનો સમય મળ્યો હતો. પરંતુ ફાયર વિભાગ સમયસર નહી પહોંચ્યું નહોતું. તેમજ ચોથા માળ સુધી પહોંચે તેવી સીડી કે કૂદનારોને ઝીલવા માટે જાળી પણ નહોતી.

કે જેથી વિદ્યાર્થીઓને બચાવી શકાય. બાજુમાં જ મંડપ ડેકોરેશનની દુકાન હતી. જો ત્યાંથી પણ તેઓ સમયસર ગાદલા લાવી નીચે નાખ્યા હોત તો આટલા મોટી સંખ્યામાં જાનહાનિ થઈ ના હોત. મારો દીકરો તો નસીબદાર હતો કે બચી ગયો પરંતુ જે લોકોના દીકરા-દીકરીઓ નથી બચી શક્યા તેઓને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જવાબદાર સામે પગલા લેવા જોઈએ.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VRAZIi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages