મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષના અને વિપક્ષી દિગ્ગજોનો પરાજ્ય - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષના અને વિપક્ષી દિગ્ગજોનો પરાજ્ય


(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 23 મે 2019, ગુરુવાર

લોકસભા ચૂંટણી- ૨૦૧૯ના આજના પરિણામો જેમ દેશ સ્તર ઉપર ચોંકાવનારા જોવા મળ્યા તેમજ મહારાષ્ટ્રમાં પણ કેન્દ્રના ગૃહવિભાગના રાજ્યકક્ષાના પ્રધાન હંસરાજ આહિર (ભાજપ) કેન્દ્રના હેવી ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર- અનંત ગીતે (શિવસેના)ને હાર જોવા મળી. ૧૯૯૯થી સતત લોકસભા ઉપર ચૂંટાઈ આવતા શિવસેનાના ચંદ્રકાંત ખૈરેને તેમજ શિરૂરથી શિવાજીરાવ આઢબરાવ પાટિલ (શિવસેના) આ બે દિગ્ગજ જીતી નહીં શક્યા.

બે માજી મુખ્યપ્રધાન સુશીલકુમાર શિંદે તેમજ અશોક ચવ્હાણ પણ હારી ગયા. પ્રકાશ આંબેડકર અને અસદુદ્દીન ઓવેસીએ સ્થાપન કરેલા વંચિત બહુજન આઘાડીના માત્ર  ઈમ્તિયાજ જલીલ ચંદ્રકાંત ખૈરેને હરાવીને જીતી ગયા.

ઔરંગાબાદમાં રફિક ઝકેરિયાને હરાવીને ચંદ્રકાંત ખૈરે જીત્યા હતા. આજે એમઆઈએમના ઈમ્તિયાઝ જલીલ ખૈરેને હરાવીને એ બદલો વાળ્યો હોવાનું કહેવાય છે. ભારતીય જનતા પાર્ટીના ૨૦૧૪માં  ૨૩ ચૂંટાઈ આવ્યા હતા અને શિવસેનાના ૧૮ સાંસદો ચૂંટાઈ આવ્યા (ફિગર) સંખ્યા એટલી માત્ર ચેહરા બદલાયા. એનસીપીના સુપ્રીયા સુળે, ઉદયનરાજે ભોંસલે, અમોલ કોલ્હે તેમજ નવનીત કૌર રાણા જીતી ગયા. નવનીત કૌરએ શિવસેના નેતા આનંદરાવ અડસૂળને હરાવ્યા.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YLO3Rs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages