
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.24 મે 2019, શુક્રવાર
લોકસભાની ૫૪૩ બેઠકો છે અને લોકસભા ચૂંટણી ૨૦૧૯ની મતગણતરી ૨૮થી ૩૦ કલાક સુધી ચાલતી હતી. ગઇકાલે સવારે મતગણતરી શરૂ થઇ અને પરિણામો આવતા ગયા તેમ દેશની ૧૭મી લોકસભાની તસવીર સામે આવી. ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પહેલી જ વાર ૩૦૩ બેઠકો મેળવનાર વિગર કોંગ્રેસી પાર્ટીનો વિક્રમ સર્જ્યો.
મહારાષ્ટ્રમાં ભાજપનો મિત્રપક્ષ શિવસેનાએ ૧૮ બેઠકો મેળવી. આ શિવસેના દેશમાં છઠ્ઠા સ્થાને આવી છે. ભાજપ ૩૦૩ બેઠકો મેળવીને સૌથી મોટી પહેલા નંબરની પાર્ટી બની છે જ્યાં બીજા નંબરે માત્ર ૫૨ બેઠકો મેળવનાર કોંગ્રેસ આવી છે. ડીએમકે ૨૩ બેઠકો મેળવીને ત્રીજા સ્થાને આવ્યો છે જ્યારે મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ અને વાયએસઆર કોંગ્રેસને બન્નેને ૨૨/૨૨ બેઠકો મળી છે. બેઠકો મુજબ ૧૮ બેઠકો મેળવનાર શિવસેના છઠ્ઠા સ્થાને આવી છે. ત્યારબાદ જનતાદળ યુનાઇટેડ (નિતીશકુમારધ)ને ૧૬, બીજુ જનતા દળને ૧૨ અને બહુજન સમાજપાર્ટીને ૧૦ બેઠકો મળી છે.
બાકી કોઇપણ પાર્ટીને ૧૦ ફિગર સુધી જવાનું શક્ય થયું નથી. તેલગમા રાષ્ટ્ર સમિતિને ૯, લોકજનશક્તિ પાર્ટીને છ, એનસીપી અને સમાજવાદી પાર્ટીને ૫/૫ બેઠકો મેળવી છે અલબત્ત, અમરાવતીમાં નવનીત કોરરાણાને એનસીપીનું સમર્થન આપવામાં આવ્યું હોવાથી એ બેઠક એનસીપીના ક્વોટામાં ગણાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JCNPsk
No comments:
Post a Comment