
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 23 મે 2019, ગુરુવાર
૧૭મી લોકસભાની ચૂંટણીનું આજે આવેલા પરિણામમાં ગુજરાતી અને કચ્છીઓની બહોળી વસતી ધરાવતા વિસ્તારો સહિત પચરંગી મુંબઈમાં તમામ ક્ષેત્રમાં શિવસેના- ભાજપ ઉમેદવારનો ઝળહળતો વિજય મેળવ્યો છે. એટલે કે મુંબઈની છએ છ લોકસભાની બેઠકો શિવસેના- ભાજપ યુતિએ ગઢ કાયમ રાખ્યો છે. સંપૂર્ણ મુંબઈ ભગવી બની ગયું હતું અને લોકોએ ઠેર ઠેર હર્ષોલ્લાસ અને મિઠાઈ વહેંચીને વિજયને વધાવ્યો હતો.
મુંબઈનો પ્રવેશદ્વાર મનાતા ઉત્તર મુંબઈ લોકસભાની બેઠક પરના દહિંસર, બોરીવલી, કાંદિવલી,મલાડ વિસ્તારમાં ગુજરાતીઓની બહોળી વસતી ધરાવતા ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટીને ખોબલે ખોબલે મત આપીને બોલીવુડની અભિનેત્રી અને કોંગ્રેસની ઉમેદવાર ઉર્મિલા માતોંડકરને પરાજિત કરીને લગભગ ૪,૫૩,૨૨૮ મતોની સરસાઈથી વિજયી મેળવ્યો હતો. ગત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વેળા પણ ગોપાલ શેટ્ટી ૪.૫૦ લાખ કરતાં વધુ મતોથી જીત્યા હતા. જેને આ જીતને ગુજરાતીઓએ કાયમી રાખી અપાયો હતો.
ઉત્તર મુંબઈ લોકસભાની બેઠક પર ભાજપના ગોપાલ શેટ્ટીને ૬૮૮૯૯૨ મત અને કોંગ્રેસના ઉર્મિલા માતોંડકરને ૨૩૫૭૬૪ મત હાંસલ કર્યો હતો. જ્યારે ઉત્તર પૂર્વ મુંબઈ (ઈશાન) લોકસભાની બેઠક જે મુલુંડ, ઘાટકોપર, ભાંડુપ, વિક્રોલી જેવા વિસ્તારમાં મુલુંડ મીની કચ્છ તરીકે જાણીતો છે.
આ મતદાર ક્ષેત્રના કચ્છી અને ગુજરાતીઓએ સહિત પંચરંગી પ્રજાએ ભાજપ શિવસેના યુતિના ઉમેદવાર મનોજ કોટકને ભરપૂર મત આપ્યા છે. તેમણે નજીકના પ્રતિસ્પર્ધી એન.સી.પી.- કોંગ્રેસ સંજય દીના પાટીલને પરાજિત કરીને લગભગ ૨,૨૬,૪૮૬ મતોની સરસાઈથી વિજયી મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ લોકસભા મતદાર ક્ષેત્રના વર્તમાન સાંસદ કિરીટ સોમૈયાનો શિવસેનાએ જોરદાર વિરોધ કરતાં ભાજપે નમતુ મૂકીને તેમને ઉમેદવારી નહિં આપતાં આખરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના અને વિશ્વાસુ તેમજ પાલિકાના ગુ્રપ લીડર મનોજ કોટકને ઉમેદવારી આપી હતી.
ઉત્તર પૂર્વ લોકસભાની બેઠક પર ભાજપ- શિવસેનાના યુતિ મનોજ કોટકને ૫૧૪૫૯૯ મત અને એન.સી.પી.- કોંગ્રેસને ગઠબંધનના ઉમેદવાર સંજય દીના પાટીલ ૨૮૮૧૧૩ મત હાંસલકર્યા હતા.
ઉત્તર મધ્ય મુંબઈ લોકસભાના મતદાર ક્ષેત્રમાં વિલેપાર્લે, સાંતાક્રુઝ, બાંદરા, જેવા ગુજરાતી વિસ્તારમાં પણ ભાજપ- શિવસેનાના યુતિના પૂનમ મહાજન પર વિજયી થયા છે.
પૂનમ મહાજનને ૪૮૨૪૭૫ મત મળ્યા હતા અને તેમના પ્રતિ સ્પર્ધી કોંગ્રેસ- એન.સી.પી. ગઠબંધનના ઉમેદવાર પ્રિયા દત્તને ૩૫૪૫૬૭ મત હાંસલ કર્યા હતા. આમ પૂનમ મહાજન ૧,૨૭,૯૦૮ મતની સરસાઈથી ચૂંટાઈને આવ્યા હતા.
ઉત્તર પશ્ચિમ મુંબઈ મતદાર ક્ષેત્રમાં આવતાં ગોરેગામ, જોગેશ્વરી, અંધેરી વિસ્તારમાં પણ ગુજરાતી મતદારોએ પણ શિવસેના- ભાજપના ઉમેદવાર ગજાનન કિર્તીકરને વિજયી બનાવ્યા હતા. તેમણે નજીક પ્રતિસ્પ્રધી કોંગ્રેસ- એન.સી.પી. ગઠબંધનના ઉમેદવાર સંજય નિરૂપમને પરાજિત કર્યા હતા.
ગજાનન કિર્તીકરને ૫,૫૩,૫૯૩ મત અને સંજય નિરૂપમને ૩૦૦૮૯૬ મત હાંસલ કર્યા હતા. ગજાનન કિર્તીકરે ૨,૫૨,૬૯૭ મતની સરસાઈ મેળવીને વિજયી થયા હતા.
દક્ષિણ મુંબઈ લોકસભા મતદાર ક્ષેત્રમાં કોલાબા, કાલબાદેવી, મરીન ડ્રાઈવ, ગ્રાન્ટરોડ, ચર્નીરોડ, મલબાર હિલ, ભાયખલા, લોઅર પરેલ સુધીના વિસ્તારના ગુજરાતીઓએ પણ શિવસેના- ભાજપ યુતિના અરવિંદ સાવંતને ખોબલે ખોબલે મત આપ્યા હતા. અરવિંદ સાવંતને ૪૨૧૯૩૭ મત અને તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસ- એન.સી.પી. ગઠબંધનના ઉમેદવાર મિલિંદ દેવરા ૩,૨૧,૮૭૦ મત હાંસલ કરતાં આમ અરવિંદ સાવંત, ૧,૦૦,૬૭ મતોની સરસાઈથી ચૂંટાઈને આવ્યા હતા.
દક્ષિણ મધ્ય મુંબઈ લોકસભા મતદાર ક્ષેત્રનો જે ચેમ્બૂર, માટુંગા, સાયન, ધારાવી, દાદર વિસ્તારના શિવસેના- ભાજપ યુતિના ઉમેદવાર રાહુલ શેવાળેને ૪૨૩૭૪૩ મત અને પ્રતિસ્પર્ધી કોંગ્રેસ- એન.સી.પી. ગઠબંધનના ઉમેદવાર એકનાથ ગાયકવાડને ૨૭૨૩૯૩ મત મળ્યા હતા. આમ રાહુલ શેવાળે ૧,૫૧,૩૫૦ મતોની સરસાઈથી જીત મેળવી હતી.
મુંબઈની છએછ બેઠક પર ગુજરાતી- કચ્છીઓએ ખોબલે ખોબલે મત આપીને ભાજપ- શિવસેનાની ભગવીને જીત હાસલ કરાવી હતી. છ બેઠકમાંથી ત્રણ ભાજપ અને ત્રણ શિવસેનાએ બેઠક કાયમ જાળવી રાખ્યો હતો.
મુંબઈ ભગવી મય બની ગયું હતું. લોકોએ વિજયને વધાવવામાં ઠેર ઠેર સરઘસ, મિઠાઈની વહેંચણી, ઢોલનારા વગાડયા હતા. મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપની અને મુંબઈ ભાજપની કચેરી પર કાર્યકર્તાઓની વિજયની ઉજવણી કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HTznZL
No comments:
Post a Comment