
વોશિંગ્ટન,તા. 29 એપ્રિલ 2019, સોમવાર
મોટા ભાગના ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવા બદલ ૬૧ વર્ષના ભારતીય નાગરિકને અમેરિકામાં પાંચ વર્ષની જેલ થઇ છે.યદવિન્દર સિંઘ સંધુ નામના આ ભારતીયે આ વર્ષના આરંભે એનો ગુન્હો સ્વીકારતા કહ્યું હતું કે એણે ૨૦૧૩ થી ૨૦૧૫ દરમિયાન લગભગ ૪૦૦ વિદેશીઓને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવામાં મદદ કરી હતી.
અમેરિકાના ન્યાય વિભાગની યાદીમાં આમ જણાવીને ઉમેરાયું છે કે યદવિન્દરે કરેલી માનવ-દાણચોરીમાં એક જણનું મોત થયું હતું, જ્યારે અનેકના જીવ જોખમમાં મૂકાઇ ગયા હતા.તા.૧૫ માર્ચ, ૨૦૧૭ના રોજ અમેરિકાની ફેડરલ ગ્રાન્ડ જ્યુરી ઇન ધ ડિસ્ટ્રિકટ ઓફ પ્યુએરટો રિકોએ જેની સામે આરોપો મૂક્યા છે એ સંધુએ ઉપરોક્ત ગેરકાયદે કામગીરી માટે યદવિન્જર સિંઘ ભામ્બા, ભૂપિન્દર કુમાર, રાજિન્દર સિંઘ, રોબર્ટ હાવર્ડ સ્કોટ અને અટકિન્સ લોસન હાવર્ડ જેવા અનેક નામોનો ઉપયોગ કર્યો હતો.
સંધુએ કરેલી કબૂલાત મુજબ એણે ડોમિનિશ્યન રીપબ્લિક, હૈતી પ્યુએટૌ રિકો, ભારત અને અન્ય દેશોમાંથી, નાગરિકોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવા થતા કાવતરાભર્યા કામમાં આગેવાની લીધી હતી.
કાવતરામાં સામેલ સંધુ અને અન્ય સભ્યોએ વિદેશી નાગરિકોને ભારતમાંથી થાઇલેન્ડ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, આર્જેન્ટિના, ઇરાન, પનામા, બેનેઝુએલા, બેલિઝ અને હૈતી થઇને ડોમિનિશ્યન રીપબ્લિક ખાતે પહોંચાડવા ઉડ્ડયનોની વ્યવસ્થા કરી હતી.ડોમિનિશ્યન રીપબ્લિકનો 'સ્ટેજિંગ એરિયા' તરીકે ઉપયોગ કરાયો હતો, જ્યાં, વિદેશીઓને અમેરિકા તરફ રવાના કરતા અગાઉ રાખવામાં આવતા હતા.
એ પછી વિદેશીઓને ડોમિનિશ્યન રીપબ્લિકથી હોડી મારફતે પ્યુએરટો રિકો અથવા ફલોરિડા લઇ જવાતા હતા. સંધુએ ઘૂસણખોર વસાહતીઓ માટે અમેરિકામાં વાપરવા માટે નકલી ઓળખપત્રોની વ્યવસ્થા કરી હતી. ભારતમાંથી ગેરકાયદે અમેરિકા જવા માગતા લોકોએ ૩૦,૦૦૦ અમેરિકી ડોલરથી માંડી રૂ.૮૫,૦૦૦ અમેરિકી ડોલર કાવતરાખોરોને ચૂકવ્યા હતા.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y625gn
No comments:
Post a Comment