'સોરી, પાપા હું સારા ગ્રેડ લાવી ના શકી', વડોદરામાં ૧૩ વર્ષની ધો.૭ની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઇને આપઘાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

'સોરી, પાપા હું સારા ગ્રેડ લાવી ના શકી', વડોદરામાં ૧૩ વર્ષની ધો.૭ની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઇને આપઘાત

વડોદરા,તા.૦૪ મે ૨૦૧૯, શનિવાર

શહેરના માણેજા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની ધો.૭ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ ઘટના વડોદરાના શિક્ષિત સમાજ માટે ચેતવણીજનક છે. કિશોર અવસ્થામાં હજુ તો પગ મુક્યો છે અને જિંદગીના ગણીતને હજુ સમજી રહી છે તેવી કુમળીવયની કિશોરીએ ધો.૭ની પરીક્ષામાં અપેક્ષા મુજબના માર્ક નહી આવતા આ પગલુ ભર્યુ હોવાનું તેણે લખેલી અંતિમ ચીઠ્ઠીથી જાણવા મળી રહ્યુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના માણેજા વિસ્તારમાં સીમેન્સ કંપનીની પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના 'સત્ય નગર'માં રહેતો સિક્યોરિટી ગાર્ડ મનોજ ચૌહાણની મોટી પુત્રી સ્નેહા ધો.૭માં અભ્યાસ કરતી હતી. સ્નેહાએ આપેલી ધો.૭ની પરીક્ષાનું આજે પરિણામ હતુ એટલે તે સવારે સ્કુલ પર પરિણામ લેવા ગઇ હતી. તે સવારે ૧૧ વાગ્યે ઘરે પરત ફરી હતી ત્યારે માતા-પિતા બહાર ગયા હતા અને ઘરમાં નાની બહેન હતી. સ્નેહાએ નાની બહેનને કોઇ વસ્તુ લેવા માટે બહાર મોકલી હતી અને પાછળથી ઘરમાં પંખાના હૂક પર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હતો.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસને રૃમમાંથી નોટના કાગળ પર લખેલી એક ચીઠ્ઠી મળી આવી છે જેમાં લખ્યુ છે કે 'સોરી, પાપા હું સારા ગ્રેડ લાવી ના શકી' પોલીસે પરિવારજનો સાથે કરેલી વાતચીતમાં એવુ જાણવા મળ્યુ છે કે સ્નેહાને પરીક્ષામાં 'એ' ગ્રેડની આશા હતી અને 'બી' ગ્રેડ આવતા તેણે આવુ પગલુ ભર્યુ હોવુ જોઇએ



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ln0EZj

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages