બોલિવૂડને હજુ સરોગસીનો વિચાર પચ્યો નથી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

બોલિવૂડને હજુ સરોગસીનો વિચાર પચ્યો નથી

મુંબઇ તા.14 મે 2019 મંગળવાર

 બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે પંકાયેલા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાન એવો અભિપ્રાય ધરાવે છે કે પારકી કૂખ દ્વારા સંતાન મેળવવાની સરોગસી ટેક્નોલોજી બોલિવૂડમાં હજુ પૂરતા પ્રમાણમાં સ્વીકાર્ય નથી થઇ.

સૌ પ્રથમ ડાયરેક્ટર બંધુબેલડી અબ્બાસ મસ્તાને છેક ૨૦૦૧માં પોતાની હિટ નીવડેલી ફિલ્મ ચોરી ચોરી ચૂપકે ચૂપકેમાં સરોગસી દ્વારા બાળક મેળવવાના મુદ્દે સ્ટોરીલાઇન બનાવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, રાની મુખર્જી અને પ્રીતિ ઝિન્ટા ચમક્યાં હતાં. સામાન્ય રીતે એક્શન ફિલ્મો માટે પંકાયેલા અબ્બાસ મસ્તાને આ નવો વિચાર પોતાની ફિલ્મમાં રજૂ કર્યો હતો. એ વખતે જો કે વિવાદ પણ થયો હતો. જૂનવાણી વિચારો ધરાવતા લોકોએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો.

આમ છતાં ૨૦૦૨માં મેઘના ગુલઝારે પોતાની ફિલહાલ ફિલ્મમાં આ વિચારને ફરી વાર રજૂ કર્યો હતો. હવે સ્ક્રીપ્ટ રાઇટર ગરિમા પોતાન જાસ્મીન નામની ફિલ્મમાં સરોગસીને રજૂ કરવાની છે.

બીજી બાજુ ખુદ શાહરુખ ખાન, આમિર ખાન, તુષાર કપૂર, સની લિયોની , કરણ જોહર વગેરેએ સરોગસીને વાસ્તવિક જીવનમાં અપનાવીને સંતાન પ્રાપ્ત કર્યું હતું. છેલ્લે છેલ્લે ટચૂકડા પરદાની સામ્રાજ્ઞાી ગણાતી એકતા કપૂરે પણ સરોગસીથી સંતાન પ્રાપ્ત કર્યું હતું એ ગઇ કાલની તાજી હકીકત છે.

મોટા ભાગના સ્ક્રીપ્ટ રાઇટર્સ માને છે કે આ વિચારને યોગ્ય સંદર્ભમાં વર્ણવીને સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવે તો સરસ ફિલ્મો બની શકે છે. 

સ્ક્રીપ્ટ રાઇટર ગરિમાએ કહ્યું કે સરોગસી વિશે આજે પણ જાતજાતની ગેરસમજ પ્રવર્તે છે કે આ માટે સ્ત્રીએ અન્ય પુરુષ સાથે સહશયન કરવું પડે. વાસ્તવમાં એવું નથી. આ આખીય ટેક્નોલોજીને વ્યવસ્થિત રીતે સમજવાની જરૃર છે.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LGBo0c

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages