સુનીલ ગ્રોવર એક વર્ષ ટીવી પર નહીં દેખાય - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

સુનીલ ગ્રોવર એક વર્ષ ટીવી પર નહીં દેખાય

મુંબઇ તા.14 મે 2019 મંગળવાર

 સ્ટેન્ડ અપ કોમેડિયન સુનીલ ગ્રોવર ઓછામાં ઓછો એક વર્ષ ટેલિવિઝન પર નહીં દેખાય એવી જાણકારી મળી હતી. જો કે એણે એવો ખુલાસો કર્યો હતો કે મેં ટેલિવિઝન છોડયું નથી.

'હકીકતમાં મારી પાસે હાલ સમયનો અભાવ છે. મારી પાસે ફિલ્મનું કામ વધારે છે એેટલે હાલ ટેલિવિઝનને સમય આપી શકું એમ નથી' એમ સુનીલ ગ્રોવરે કહ્યું હતું.

ટોચના એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મ ગબ્બર ઇઝ બેકમાં ફરજપરસ્ત પોલીસ કોન્સ્ટેબલ કમ ડ્રાઇવરનો રોલ કર્યા બાદ એને કેટલીક ફિલ્મોની ઑફર્સ મળી હતી. હાલ એ સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારતમાં ચમક્યો છે. આ ફિલ્મનું કામ પૂરંુ  થયા બાદ એ પોતાના સ્વતંત્ર ટીવી શોની તૈયારીમાં વ્યસ્ત રહેશે.

સુનીલે સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માના કોમેડી વીથ કપિલ શર્મામાં ડૉક્ટર મશહૂર ગુલાટીનો રોલ કરીને સારી એેવી લોકપ્રિયતા હાંસલ કરી હતી. પરંતુ ત્યાર બાદ કપિલ શર્માએ કરેલા ગેરવર્તનના પગલે એણે આ શો છોડી દીધો હતો અને હવે એ પોતાના સ્વતંત્ર શોની તૈયારી કરી રહ્યો છે. એ ટીવી પર પોતાના કોમેડી શો સાથે હાજર થશે જેમાં કૃષ્ણા અભિષેક પણ હશે.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W2YqT2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages