લોસ એંજલ્સ તા.14 મે 2019 મંગળવાર
હોલિવૂડની માતબર અભિનેત્રી ફિલ્મ સર્જક એન્જેલિના જોલીની ૨૦૧૪ની હિટ ફિલ્મ મેલફિશન્ટની સિક્વલનું ટ્રેલર સોમવારે રજૂ થયું હતું.
આ ફિલ્મમાં જોલી પોતે પણ ફરી એકવાર શીંગડા ધારી દુષ્ટ પાત્રને રિપિટ કરશે એવું વેરાયટી ડૉટ કોમના એક રિપોર્ટમાં જણાવાયું હતું. આ સિક્વલની સ્ટોરીલાઇન એવી છે કે પ્રિન્સેસ ઓરોરાના રાજ્યમાં એકંદરે શાંતિ છે. એ રાણી બનવાની તૈયારીમાં છે, પરંતુ એના મેલફિશન્ટ સાથેના સંબંધો પહેલાંની જેમ જ મુશ્કેલીથી ભરેલા છે.
રાણીના પાત્રમાં અભિનેત્રી મિશેલી પીફાઇફર ચમકશે. મેલફિશન્ટ તરીકે ફરી એકવાર એન્જેલિના જોલી પોતે ચમકશે. ૨૦૧૪ની ઓરિજિનલ ફિલ્મમાં એવી કથા હતી કે ઓરોરા મેલફિશન્ટના શાપનો ભોગ બને છે અને ગાઢ નીંદરમાં સરકી પડે છે. જ્યાં સુધી એને સાચો પ્રેમ કરનાર કોઇ યુવક કીસ ન કરે ત્યાં સુધી એ આવી ગાઢ નીંદરમાંથી જાગી નહીં શકે એેવો મેલફિશન્ટનો શાપ હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vp6fOG
No comments:
Post a Comment