પંજાબ આખરી મેચ જીતવા છતાં બહાર, ચેન્નાઈનું સ્થાન ક્વોલિફાયર-૧માં નિશ્ચિત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

પંજાબ આખરી મેચ જીતવા છતાં બહાર, ચેન્નાઈનું સ્થાન ક્વોલિફાયર-૧માં નિશ્ચિત

મોહાલી, તા.૫

લોકેશ રાહુલે માત્ર ૧૯ બોલમાં અડધી સદી ફટકાર્યા બાદ ૩૬ બોલમાં ૭૧ રન તેમજ પૂરણે ૨૨ બોલમાં ૩૬ રન ફટકારતાં કિંગ્સ ઈલેવન પંજાબે તેની આખરી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ૧૨ બોલ બાકી હતા, ત્યારે છ વિકેટથી હરાવ્યું હતુ. હારવા છતાં ચેન્નાઈએ પોઈન્ટ ટેબલના ટોપ-ટુમા સ્થાન નિશ્ચિત કર્યું હતુ. જેના કારણે ચેન્નાઈને ક્વોલિફાયર-વનમાં એન્ટ્રી મળી ગઈ છે. જ્યારે આખરી મેચ જીતવા છતાં પંજાબ બહાર ફેંકાયું હતુ.

પંજાબના ૧૪ મેચમાં ૧૨ પોઈન્ટ છે અને તેમનો રનરેટ -૦.૨૫૧ છે. જ્યારે હૈદરાબાદના ૧૪ મેચમાં ૧૨ પોઈન્ટ છે અને તેમનો રનરેટ ૦.૫૭૭ છે. હવે જો મોડી રાત્રે પુરી થનારી મેચમાં કોલકાતા મુંબઈને હરાવે તો કોલકાતા ચોથી ટીમ તરીકે પ્લેઓફમાં પ્રવેશશે અને હૈદરાબાદ પણ પંજાબ સાથે બહાર ફેંકાશે. જો કોલકાતા હારે તો હૈદરાબાદ પ્લેઓફમાં આખરી ટીમ તરીકે પ્રવેશશે અને મુંબઈ ટોચનું સ્થાન મેળવતા ક્વોલિફાયર-૧માં એન્ટ્રી મેળવશે.

લોકેશ રાહુલનો ઝંઝાવાત : ૧૯ બોલમાં અડધી સદી

જીતવા માટેના ૧૭૧ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા પંજાબને લોકેશ રાહુલે ઝંઝાવાતી શરૃઆત અપાવી હતી અને તેણે માત્ર ૧૯ જ બોલમાં ૫૦ રન ફટકાર્યા હતા. લોકેશે આ પછી પણ તોફાની બેટીંગ જારી રાખતાં ૭ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૩૬ બોલમાં ૭૧ રન ફટકાર્યા હતા. તેણે ગેલ સાથે ૬૩ બોલમાં ૧૦૮ રનની ભાગીદારી કરી હતી, જેમાં ગેલના માત્ર ૨૮ રન જ હતા. હરભજને બંનેને સતત બે બોલમાં આઉટ કર્યા હતા. જોકે નિકોલસ પૂરણે ૨૨ બોલમાં ૩૬ રન ફટકારતાને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. હરભજને ૫૭ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. 

ડુ પ્લેસીસના ૫૫ બોલમાં ૯૬ : રૈનાની ૫૦મી અડધી સદી

કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અશ્વિને ટોસ જીતીને પ્રથમ ચેન્નાઈને બેટીંગમાં ઉતાર્યું હતુ. વોટસન માત્ર ૭ રને સેમ કરનનો શિકાર બન્યો હતો. જોકે ડુ પ્લેસીસ અને રૈનાની જોડીએ બીજી વિકેટની ભાગીદારીમાં ૧૨૦ રન જોડયા હતા. ડુ પ્લેસીસે ૧૦ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૫૫ બોલમાં ૯૬ રન ફટકાર્યા હતા. જ્યારે રૈનાએ ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટમાં કારકિર્દીની ૫૦મી અડધી સદી ફટકારી હતી. તેણે ૩૮ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૩ રન કર્યા હતા. સેમ કરને ૩૫ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. શમીએ ૧૭ રનમાં બે બેટ્મસેનોને પેવેલિયન ભેગા કર્યા હતા.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PKq55N

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages