એશિયન સ્ક્વોશમાં ભારતને ડબલ ટાઈટલ : સૌરવ અને જોશના ચેમ્પિયન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

એશિયન સ્ક્વોશમાં ભારતને ડબલ ટાઈટલ : સૌરવ અને જોશના ચેમ્પિયન

કુઆલાલુમ્પુર, તા.૫

સૌરવ ઘોષાલે મેન્સમાં અને જોશના ચિનપ્પાએ વિમેન્સ સિંગલ્સનો ખિતાબ જીતી લેતા એશિયન સ્ક્વોશ ચેમ્પિયનશીપમાં ભારતને ડબલ ટાઈટલ હાંસલ થયા હતા. કુઆલાલુમ્પુરમાં રમાયેલી ચેમ્પિનયશીપની ફાઈનલમાં ભારતની જોશના ચિનપ્પાએ ફાઈનલમાં ટોપ સીડ ધરાવતી હોંગકોંગની એન્ની એયુને ૧૧-૫, ૮-૧૧, ૧૧-૬, ૧૧-૬ના ભારે સંઘર્ષ બાદ પરાજય આપ્યો હતો. જોશનાએ આ સાથે ટાઈટલ જાળવી રાખ્યું હતુ. 

મેન્સ સિંગલ્સની ફાઈનલમાં ભારતના સૌરવ ઘોષાલનો સામનો પણ હોંગ કોંગના જ ચોથો સીડ ધરાવતા લીઓ એયુ ચુન મિંગ સામે થયો હતો. ટોપ સીડ અને ગત વર્ષના ફાઈનલીસ્ટ એવા સૌરવે ફાઈનલમાં ૧૧-૯, ૧૧-૨, ૧૧-૮થી મિંગને પરાજય આપતાં ટાઈટલ પોતાના નામે કર્યું હતુ. 

જોશના માટે આ જીત એટલા માટે પણ મહત્વની હતી, કારણ કે ગત મહિને મકાઉ ઓપનમાં એન્નીએ તેને હરાવી હતી. જોશનાએ આ અગાઉ એન્નીને ૨૦૧૭માં હોંગ કોંગ ઈન્ટરનેશનલ ઓપનમાં હરાવી હતી.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vByfEc

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages