ધાનેરા સ્ટેશન રોડ પર મીની ટ્રકમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

ધાનેરા સ્ટેશન રોડ પર મીની ટ્રકમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો

પાલનપુર, ધાનેરા, તા. 4 મે 2019, શનિવાર

ધાનેરા તાલુકો રાજસ્થાનની બોર્ડરનો તાલુકો હોવાથી ધાનેરામાં મોટા પ્રમાણમાં બનાવટી ઘી તેમજ તેલ ઘુસાડવામાં આવે છે અને વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. આ બાબતે શુક્રવારે બજારમાં તપાસ કરતાં ડીસાથી આવેલ એક ગાડીની તપાસ કરતાં અને બીલ ચેક કરતાં શંકાસ્પદ ઘી નો મઢુલી ના માર્કાવાળો જથ્થો મળી આવતા આ જથ્થો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલમાં લગ્નની મોસમ બરાબર જામી છે ત્યારે લોકોને ઘી અને તેલની જરૃરિયાત વધારે રહેતી હોય છે ત્યારે વેપારીઓ પોતાનો નફો રળવા માટે ડુપ્લીકેટ ઘી અને તેલ મોટી માત્રામાં ઉતારતા હોય છે. હાલમાં લગ્નની સીઝન ચાલુ થતાં ફરી ફરિયાદ ઉઠતાં પુરવઠાની ટીમ ેબજારમાં તપાસમાં હતી ત્યારે ડીસાથી જનરલ માલ ભરીને આવેલ ટ્રક પાસે બીલોની તપાસ કરતાં તેમાં સસ્તા ભાવનું ઘી ના બીલ જોવા મળતા પુરવઠા વિભાગની ટીમને બનાવટી ઘી હોવાની શંકા જતા તે માલને પુરવઠા ગોડાઉન ખાતે લાવવામાં આવ્યો હતો અને તપાસ કરતાં મઢુલી પ્રિમીયમ દેશી ઘી ના ૧૫ કિલોના ૮ ટીન તેમજ મઢુલી ગાયનું ઘી ના ૨૦૦ મીલી.ના ૧૫૦ નંગ મળી આવ્યા હતા. જેથી આ પુરવઠાની આ ઘી નો જથ્થો જપ્ત કરીને આ બાબતે તપાસ કરવા માટે ફુડ વિભાગને લેખિત મોકલી આપવામાં આવ્યું હતું.

બીલ અને પકડાયેલ જથ્થાની રકમમાં તફાવત 

ધાનેરા ગંજબજાર રોડ પર ડીસાના વેપારીનું તેલ ૧૫ કિલોના ડબ્બામાં ૧૦૦થી ૨૦૦ ગ્રામ ઓછું આવતું હોવાની ફરિયાદને લઈ પુરવઠા મામલતદાર તપાસ કરતાં મઢુલી માર્કાના ૮ ડબા એમઆરપી ૬૯૦૦ તથા ૨૦૦ ગ્રામના પેકિંગના ૧૫૦ ડબ્બા જેના બે બોક્ષ મળી આવેલ છે. જેની એમઆરપી ૭૮૬૫ બીલ ચેક કરતાં ઘી કિલો ૧૫-૮ નંગ, ૩૬૦૦નો ભાવ તથા ૧૦૦ ગ્રામના રૃા. ૪૮ નું બીલ મંથન પ્રોડક્ટનું બનેલું હતું. શંકાસ્પદ ઘી જપ્ત કરી નમુના લીધા હતા. ડ્રાયવરે જણાવેલ કે આખોલ પાટીયાથી લારીમાંથી ભરાવેલ છે અને જથ્થો ભીમ શંકર ટ્રેડીંગમાં આપવાનો હતો.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V30d66

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages