ભાવેણાના યુવાનો માટે આર્મી ભરતી માટે વિનામુલ્યે તાલીમ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

ભાવેણાના યુવાનો માટે આર્મી ભરતી માટે વિનામુલ્યે તાલીમ


ભાવનગર, તા. 04 મે 2019, શનિવાર

આગામી આર્મી ભરતીમાં ભાવેણાના યુવાનોનું મહત્તમ સિલેક્શન થાય તેવા આશય સાથે એક્સ આર્મી અધિકારી તથા શામપરા સ્વામીનારાયણ ગુરૃકુળના સંયુક્ત પ્રયત્નો સાથે વિનામુલ્યે સૌરાષ્ટ્ર ફિફેન્સ એકેડમી દ્વારા નિવાસી કેમ્પનું વિશેષ આયોજન કરાયું છે.

આવનારી આર્મી ભરતી 2019માં સિલેક્શન માટે સૌરાષ્ટ્ર ડિફેન્સ એકેડમી દ્વારા તા. 11 મેથી 20 દિવસ સ્વામીનારાયણ ગુરૃકુળ શામપરા (સીદસર) કણકોટ રોડ ખાતે ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12 પાસ , 168 સેમી ઉચાઇ અને 16 થી 21 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવાનોનો સમાવેશ કરાશે. આ તાલીમમાં એક્સ આર્મી અધિકારી દ્વારા ફિઝીકલ ટ્રેનીંગ, રનીંગ, બીમ અને સમસ્થ ગ્રાઉન્ડ તથા લેખીત પરીક્ષાની તૈયારી અને જાણકારી આપવામાં આવશે.

જ્યારે સાથોસાથ રહેવા, જમવાની સુવિધા પણ વિનામુલ્યે કરાઇ છે. જેનુ રજીસ્ટ્રેશન તા. 10-05ના સવારે 7 થી આર્મી એનસીસી ગ્રાઉન્ડ જેલ રોડ પરથી કરાશે અને રજીસ્ટ્રેશન માટે પણ આજ સ્થળે તા. 10 સુધી થઇ શકશે. સિલેક્શન બાદ પસંદગી પામેલ યુવાનો તાલીમબધ્ધ કરાશે. તો સ્પોર્ટસ અને એનસીસી સર્ટી ધરાવતા યુવાનોને સિલેક્શન ટેસ્ટમાં છુટ મળશે તેમ એક યાદીમાં જણાવાયું છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H1vQsV

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages