
ભાવનગર, તા. 04 મે 2019, શનિવાર
ભાવનગર શહેરના વિકટોરીયા પાર્કમાં ઘણા પ્રાણી અને પક્ષીઓનો વસવાટ છે પરંતુ કેટલા પ્રાણી-પક્ષી કયારેક જ જોવા મળતા હોય છે, જેમાં ઝરખ (હાઈના) નામના પ્રાણીનો સમાવેશ થાય છે. વિકટોરીયા પાર્કમાં કેટલાક ઝરખનો વસવાટ છે પરંતુ આ પ્રાણી ભાગ્યે જ લોકોને જોવા મળતુ હોય છે. આજે શનિવારે વિકટોરીયા પાર્કના તળાવમાં ઝરખ પાણી આવતા કેટલાક લોકોને જોવા મળ્યુ હતુ તેથી લોકોમાં કુતુહલ સર્જાયુ હતું.
શહેરના વિકટોરીયા પાર્કમાં સવાર-સાંજ ઘણા લોકો ચાલવા માટે જતા હોય છે. આ દરમિયાન લોકોને કેટલાક પ્રાણીઓ જોવા મળતા હોય છે. આજે શનિવારે વિકટોરીયાના તળાવમાં ઝરખ પાણી પીવા માટે આવતા કેટલાક લોકોને જોવા મળ્યુ હતુ તેથી લોકોમાં કુતુહલ સર્જાયુ હતું. વિકટોરીયા પાર્કમાં આશરે છ થી સાત ઝરખનો વસવાટ હોવાનુ વનવિભાગે જણાવેલ છે પરંતુ તે કયારેક જ જોવા મળે છે.
ઝરખ ખતરનાક પ્રાણી હોવાનુ કહેવાય છે પરંતુ વિકટોરીયા પાર્કમાં આજદિન સુધી ઝરખે કોઈ વ્યકિતને નુકશાન પહોંચાડયુ ન હોવાનુ જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે, વિકટોરીયા પાર્કમાં ઝરખ, રોજડા, શીયાળ સહિતના પ્રાણીઓનો વસવાટ છે, જેમાં કેટલાક પ્રાણીઓ આસાનીથી જોવા મળી જતા હોય છે, જયારે કેટલાક પ્રાણીઓ કયારેક જ જોવા મળતા હોય છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YdHV4f
No comments:
Post a Comment