અહીંના લોકો શ્રીરામને નથી માનતા ભગવાન, કેમ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

અહીંના લોકો શ્રીરામને નથી માનતા ભગવાન, કેમ?

હિન્દૂ ધર્મમાં શ્રીરામને ભગવાન માનીને એમની પૂજા કરવામાં આવે છે. દેશભરમાં એમના અસંખ્ય મંદિરો આવેલા છે. જો કે તમને એ જાણીને નવાઈલાગશે કે એક મંદિર એવું છે જ્યાં તેમની સ્થાપના કરવામાં આવી છે પણ લોકો એમને ભગવાન નથી માનતા. મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં આવેલાં શ્રીરામ મંદિરમાં  લોકો આવે છે અને સવાર સાંજ એમને સલામી આપવામાં આવે છે. અહીના લોકો એમને ભગવાન માનીને નહીં પણ રાજા માનીને સમ્માન આપે છે. અહિં દિવસમાં પોલીસના જવાનો દ્વારા એમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.

આ અંગે લોકોની માન્યતા છે કે સવંત ૧૬૦૦માં તત્કાલીન બુંદેલા શાસક મધુકર શાહે એકવાર પોતાની પત્નીને વૃંદાવન જવાની વાત કરી પણ રાણી રામની ભક્ત હોવાથી વૃંદાવન જવા નહોતી માગતી. આનાથી ક્રોધિત રાજાએ કહ્યું કે જો તુ સાચે રામભક્ત હોય તો એમને ઓરછા આવવાનું કહે. આ સાંભળીને રાણી મહેલનો ત્યાગ કરીને નદી કિનારે તપસ્યા કરવા લાગી. ઘણો વખત પસાર થયા છતાં રામ પ્રસન્ન ના થયા તો એમણે નદીમાં કૂદીને પ્રાણ ત્યાગવાનો નિર્ણય કર્યો. 

એ નદીમાં કૂદ્યા ત્યારે નદીમાં એમને શ્રીરામના દર્શન થયા. ત્યારે રાણીએ એમને પોતાની સાથે ઓરછા આવવાનો આગ્રહ કર્યો.  ભગવાન રામે એમની સામે શરત મુકી કે ઓરછામાં એમની સત્તા રહેશે. જો એ ઓરછાના રાજા બનશે તો એ રાણી સાથે ઓરછા આવશે. રાણીએ એમની વાત માની એટલે શ્રીરામ એમની સાથે ઓરછા આવ્યાં. એ પછી આજદિન સુધી ઓરછાના લોકો શ્રીરામને પોતાના રાજા માને છે અને એમને રાજા જેવું જ સમ્માન આપે છે. 

નોંઘ - આ લેખની માહિતી ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે અને માત્ર લોકરૂચિને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.




from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30MK9JF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages