શાંતિના પ્રતીક છે આ છોડ, સ્વજનોમાં રહે છે પ્રેમ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

શાંતિના પ્રતીક છે આ છોડ, સ્વજનોમાં રહે છે પ્રેમ

જાસુદના છોડને શાંતિ અને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ છોડથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરે તેને વાવવાથી પરિવારજનો વચ્ચે પ્રેમ જળવાયેલો રહે છે અને દરેકને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

 

એ જ રીતે તુલસી અને કેળાના છોડ વાવવાને પણ શુભ માનવામાં આવે છે. શાસ્ત્ર કહે છે કે કેળાના છોડને ઘરમાં લગાવવાથી અને એની પૂજા કરવાથી ઘરમાં ઉર્જાનો સંચાર થાય છે. કેળાના છોડ ભગવાન વિષ્ણુને પ્રિય છે, તેથી જે ઘરમાં આ છોડ હોય ત્યાં લક્ષ્મીજી અને વિષ્ણુનો વાસ થાય છે. તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો હોવાથી જે ઘરમાં તેને વાવવામાં આવે ત્યાં લોકો ઓછા બીમાર પડે છે. જે ઘરમાં આ ત્રણ છોડ હોય ત્યાં  સુખ, સંપદા અને સમૃદ્ધિ જળવાયેલી રહે છે. 

( અહીં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લૌકિક માન્યતા પર આધારિત છે. તેને માત્ર લોકોના રસને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YQqDKB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages