
મેષ (અ.લ.ઈ.)
મે મહિનાની સમાપ્તિ અને જૂન મહિનાના પ્રારંભે નોકરી-ધંધાના, પુત્ર પૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. સ્ટાફ, ઉપરી અધિકારીના સંકલન-સહયોગમાં તકલીફ પડે. સ્ત્રી કર્મચારી-અધિકારીથી સંભાળવું. ઉશ્કેરાટ-ગુસ્સામાં કે સંબંધ-વ્યવહારમાં મુશ્કેલી અનુભવો. સંતાનને આંખમાં દર્દ પીડાથી સંભાળવું. સીઝનલ બિમારી બહારનું ખાવા પીવામાં થઈ જાય.
તા. ૨૬ મે રવિ પત્ની-સંતાન-પરિવારનું કામ થાય. ૨૭-સોમ નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. ૨૮-મંગળ ચિંતા-ખર્ચ. ૨૯-બુધ આકસ્મિક ચિંતા-ઉપાધિ. ૩૦-ગુરૂ ઉચાટ-ઉદ્વેગ, અશાંતિ. ૩૧ મે શુક્ર ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં. તા. ૧-જૂન શનિ વિચારોની સ્થિરતા જાળવવી. ગુસ્સો કરવો નહીં.
વૃષભ (બ.વ.ઉ.)
નાણાંકીય વ્યવહારના પ્રશ્ને ચિંતા-ખેંચ-મુંઝવણ અનુભવો. નોકરી-ધંધાના કામની વ્યસ્તતા-દોડધામમાં શ્રમ-થાક અનુભવાય, તેમ છતાં કામના ઉકેલમાં સાનુકૂળતાથી હળવાશ રહે. નવા કામ અંગે વિચારી શકો. નોકરીમાં સ્થળ-સ્થાન-કામની ફેરફારીના સંજોગો સર્જાય. પરંતુ સંતોષકારક સ્થળ-સ્થાન-વળતરના પ્રશ્ને વિલંબ થાય. પિતૃપક્ષની-વડીલવર્ગની ચિંતા રહે. સંયુક્ત ધંધામાં મનભેદ થાય. પત્નીથી સાનુકૂળતા રહે. અવિવાહિતને વિવાહ-લગ્ને ચર્ચા-વિચારણા થાય.
તા. ૨૬-મે રવિ કામકાજમાં સાનુકૂળતા. ૨૭ સોમ નોકરી ધંધાના તેમજ વડીલવર્ગના કામમાં ધ્યાન આપવું પડે. ૨૮ મંગળ રૂકાવટવાળા કામમાં પ્રગતિ થાય. લાભ થાય. ૨૯ બુધ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૩૦ ગુરૂ અપરા એકાદશીએ ધર્મકાર્ય થાય, કાર્ય સફળતાથી આનંદ રહે. ૩૧ મે શુક્ર શાંતિ-રાહત જણાય નહીં. ગુસ્સો આવી જાય. તા. ૧ જૂન શનિ નાણાંકીય ચિંતા-ખર્ચ તકલીફ પડે.
મિથુન (ક.છ.ઘ.)
શરીર-મનની સ્વચ્છતા જાળવવી પડે. વધુ પડતા આત્મવિશ્વાસમાં, ગુસ્સા, જીદ્દમાં, અહમમાં તમારા કામ થાય નહીં. તમે પીછેહઠ, નિરાશ અનુભવતા હોવ તેમ લાગે. ચક્કરથી, મસ્તકમાં, ગળામાં, પેટ-કમરમાં દર્દપીડાથી સંભાળવું. સાંસારીક ચિંતા-બિમારી-વિવાદના કારણે તમારા રોજીંદા કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવો.
છૂટાછેડાની કાર્યવાહીમાં તકલીફ અનુભવાય. પુનઃવિવાહ-લગ્નના પ્રશ્નમાં ઉતાવળ કરવી નહીં. તા. ૨૬ મે રવિ સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. ૨૭ સોમ નોકરી-ધંધાના કામથી બહાર જવાનું થાય. ૨૮ મંગળ સરકારી-રાજકીય-ખાતાકીય કામમાં ધ્યાન રાખવું પડે. ૨૯ બુધ અન્યના કારણે રાહત રહે. ૩૦ ગુરૂ અપરા એકાદશીએ કામની વ્યસ્તતા. ૩૧ મે શુક્ર વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપવું પડે. તા. ૧ જૂન શનિ વિચારોની સ્થિરતા જાળવવી.
કર્ક (ડ.હ.)
ખાવાપીવાની અનિયમિતતા, હવામાનની પ્રતિકૂળતામાં આપે સંભાળવું પડે. નોકરી-ધંધાના કામમાં વિચારોની સ્થિરતા જાળવવી. કમિશન-દલાલી-એજન્સીના કામમાં તકલીફ પડે. મે મહિનાના છેલ્લા સપ્તાહમાં તમારી-ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. રસકસના, તેલના, ઘઉંના, મરીમસાલાના વેપાર-ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. મકાન-જમીનના કામકાજમાં ચિંતા-દોડધામ રહે. સરકારી, કાનૂની કાર્યવાહીમાં તમારી પીછેહઠ થાય. વિવાદથી દૂર રહેવું.
તા. ૨૬ મે રવિ સગા-સંબંધી-મિત્રવર્ગ-પરિવારના કામમાં અશાંતિ-ચિંતા. ૨૭ સોમ નોકરી-ધંધાના કામમાં આકસ્મિક ઉપાધિ-મુશ્કેલી તબિયત સાચવવી. ૨૮ મંગળ બપોર પછી હળવાશ-રાહત થતી જાય. ૨૯ બુધ વિલંબમાં પડેલા કામ ઉકેલવાની વ્યસ્તતા રહે. ૩૦ ગુરૂ ધર્મકાર્ય થાય. ૩૧ મે શુક્ર નોકરી-ધંધાના કામની ચિંતા રહે. તા. ૧ જૂન શનિ વિચારોની સ્થિરતા-એકાગ્રતા રાખવી પડે.
સિંહ (મ.ટ.)
હરોફરો, કામ કરો પરંતુ ચિંતા-ખર્ચ-દોડધામમાં શરીર-મનનો શ્રમ-થાક અનુભવાય. ખાવાપીવામાં સંભાળવું. પુત્ર પૌત્રાદિકના કામમાં ચિંતા રહે. ઇચ્છા-અનિચ્છાએ બહાર કે બહારગામ જવામાં કંટાળો અનુભવો. નોકરી ધંધાના કામની ચિંતા-મુંઝવણ રહે. પરંતુ છેલ્લી ઘડીએ ધંધો-આવક આવવાથી નાણાંની લેવડદેવડનો વ્યવહાર સચવાય.
નોકરીના સંબંધ-વ્યવહારમાં વધારાની કામગીરીથી દોડધામ રહે. તા. ૨૬ મે રવિ વધારાના કામમાં, સંબંધ વ્યવહારમાં સાનુકૂળતા. ૨૭ સોમ પારિવારિક-કૌટુંબિક કામથી ચિંતા-ખર્ચ. ૨૮ મંગળ નોકરી-ધંધાનું-પત્ની-સંતાનનું કામ કરવું પડે. ૨૯ બુધ કામમાં સાનુકૂળતા રહે. ૩૦ ગુરૂ ધર્મકાર્યથી આનંદ. તા. ૩૧ મે શુક્ર કામનો ઉકેલ આવવાથી રાહત. તા. ૧ જૂન શનિ મીલન-મુલાકાત, બહાર જવાનું થાય. વધારાનો ખર્ચ થાય.
કન્યા (પ.ઠ.ણ.)
નોકરી-ધંધાના કામમાં જુના-નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય. પરદેશના કામમાં, બહાર ગામના કામમાં સાનુકૂળતા રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં, સગા સંબંધી, મિત્રવર્ગના કામમાં આપે સમય ફાળવવો પડે. યશ-સફળતા મળે તેવું કામ થાય. સરકારી-રાજકીય કામમાં, બેંકના કામમાં ચિંતા-ખર્ચ-દોડધામ રહે. કંટાળો આવે છતાં કામ ઉકેલવા પડે. નિકટના સ્વજન-સ્નેહીને બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
તા. ૨૬ મે રવિ ભાનુ સપ્તમીએ હળવાશ-રાહત રહે. ૨૭ સોમ નોકરી-ધંધાના કામની ચિંતા રહે. ૨૮ મંગળ કામમાં સાનુકૂળ-પ્રગતિથી આનંદ ૨૯ બુધ આકસ્મિક કોઈ કામ થાય, હળવાશ અનુભવો. ૩૦ ગુરૂ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ અસ્વસ્થતા ચિંતા રહે. ૩૧ શુક્ર અશાંતિ-ઉદ્વેગ-અનિંદ્રા અનુભવાય. કામ કરો પરંતુ તકલીફ પડે. તા. ૧ જૂન શનિ વાદ-વિવાદ-ઉશ્કેરાટ-ગુસ્સામાં તકલીફ અનુભવો.
તુલા (ર.ત.)
વૃષભ સંક્રાંતિના પરિભ્રમણમાં નોકરી-ધંધામાં આપને લાભ-ફાયદો-તક રૂકાવટવાળા રહે. કામના ઉકેલ માટે રાહ જોવી પડે. પરદેશના કામમાં, નોકરી-ધંધાના નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારમાં, ઉઘરાણીમાં તકલીફ-મુશ્કેલી અનુભવો. પરંતુ ગુરૂ ગ્રહની તેમજ શનિની સાનુકૂળતાથી ધીમેધીમે તમે સ્વસ્થતા પ્રાપ્ત કરતા જાવ અને એક પછી એક કામ ઉકેલાય.
પુત્ર પૌત્રાદિકના કામની પ્રગતિ જણાય. વિવાહ-લગ્નનો પ્રશ્ન ઉકેલાય. તા. ૨૬ મે રવિ કામકાજમાં સાનુકૂળતા, પ્રગતિથી આનંદ રહે. ૨૭ સોમ નોકરી-ધંધાનું કામ થાય. ૨૮ મંગળ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપવું પડે. ૨૯ બુધ નોકરી-ધંધાના કામની, નાણાંકીય ચિંતા. ૩૦ ગુરૂ અપરા એકાદશીએ હળવાશ-રાહત રહે. ૩૧ મે શુક્ર પત્ની-સંતાન, પરિવારનું કામ થાય. તા. ૧ જૂન શનિ આકસ્મિક કોઈ કામ થાય, આનંદ.
વૃશ્ચિક (ન.ય.)
ઉશ્કેરાટ, ગુસ્સો-અસ્વસ્થતા અનુભવો. હૃદય-મન પર ભારભાર લાગ્યા કરે. મૂંઝવણ અનુભવાય. આરોગ્યની અસ્વસ્થતા પીડાકારક રહે. વ્યસની વ્યક્તિને તકલીફ સર્જાય. પરંતુ ગુરૂ ગ્રહનું પરિભ્રમણ, શનિની ઉતરતી પનોતી તમારી હિંમત, મક્કમ વિશ્વાસને ટકાવી રાખે. પુત્ર પૌત્રાદિકના કામ થઈ શકે. મોસાળ કે સાસરીમાં સંબંધ-વ્યવહાર-બિમારી-ચિંતાનું આવરણ આવી જાય.
સરકારી-રાજકીય કામના ઉકેલમાં તકલીફ અનુભવાય. તા. ૨૬ મે રવિ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૨૭ સોમ નોકરી-ધંધાના તેમજ સરકારી-રાજકીય કામમાં તકલીફ-મુશ્કેલીથી વ્યગ્રતા રહે. ૨૮ મંગળ બપોર પછી હળવાશ. ૨૯ બુધ કામની વ્યસ્તતા રહે. ૩૦ ગુરૂ ધર્મકાર્યથી સાનુકૂળતા. ૩૧ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૧ જૂન શનિ પુત્રપૌત્રાદિકના તેમજ અન્ય કામ થાય, આનંદ રહે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
પારિવારિક પ્રતિકૂળતા-વિવાદ-ચિંતામાં આપે સ્વસ્થતા જાળવવી પડે. મકાન-જમીન-મીલ્કતના પ્રશ્નમાં, નોકરી-ધંધાના તેમજ બેંકના કામમાં, સરકારી-રાજકીય-ખાતાકીય કામમાં શાંતિ-રાહત જણાય નહીં. શનિની પનોતીની તેમજ ગુરૂ ગ્રહની પ્રતિકૂળતામાં આકસ્મિક-ચિંતા-ઉપાધિ-મુશ્કેલીમાં સમય પસાર કરવો પડે.
પત્ની-સંતાનથી ચિંતા-ખર્ચ-અસ્વસ્થતામાં તમારા નોકરી-ધંધાનું કામ રૂકાવટવાળું રહે. નાણાંકીય લેવડ-દેવડના પ્રશ્ને મૂંઝવણ રહ્યા કરે. તા. ૨૬ મે રવિ બહારના કામથી કંટાળો આવે. ૨૭ સોમ નોકરી-ધંધાના કામ માટે બહાર જવાનું થાય. ૨૮ મંગળ ચિંતા-ઉચાટ રહે. ૨૯ બુધ ઘર-પરિવાર, નોકરી ધંધાના કામમાં ચિંતા-તકલીફ. ૩૦ ગુરૂ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૩૧ શુક્ર પુત્ર પૌત્રાદિકનું કામ થઈ શકે. તા. ૧ જૂન શનિ કામકાજમાં સાનુકૂળ પ્રગતિ.
મકર (ખ.જ.)
મે મહિનાના અંતમાં અને જૂન મહિનાના પ્રારંભમાં યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. ધર્મકાર્ય-શુભકાર્યનો ખર્ચ થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાની મુલાકાતમાં, ઇન્ટરવ્યૂમાં, ચર્ચા વિચારણામાં તેમજ નવા કામ અંગેની ચર્ચા વિચારણા થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સાંસારિક-પારિવારિક કામમાં ખર્ચ થાય.
સરકારી-રાજકીય સંબંધ-વ્યવહારમાં મિત્રવર્ગની ચિંતા રહે. તા. ૨૬ મે રવિ કાર્યસફળતા-પ્રગતિથી આનંદ. ૨૭ સોમ નોકરી ધંધાના વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૮ મંગળ યાત્રા પ્રવાસ-મીલન અંગેનું નોકરી-ધંધાના કામ થઈ શકે. ૨૯ બુધ રોજીંદા કામમાં સાનુકૂળતા. ૩૦ ગુરૂ સંતાનનું-પરિવારનું કામ થાય. તા. ૩૧ મે શુક્ર સ્વજન-સ્નેહીની ચિંતા રહે. તા. ૧ જૂન શનિ નોકરી-ધંધાના કામમાં ચિંતા રહે.
કુંભ (ગ.શ.સ.ષ.)
મે મહિનાના અંતમાં તેમજ જૂન મહિનાના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં ધ્યાન રાખવું પડે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય, નાણાંની લેવડ-દેવડનો વ્યવહાર સચવાય. સરકારી-રાજકીય સંબંધ-વ્યવહાર તાજા થાય. પારિવારિક-સામાજીક-ધાર્મિક કામમાં ખર્ચ થાય. મકાન-જમીન-મીલ્કતના અંગેની કામગીરી થઈ શકે.
પત્નીના સગા-સંબંધી-મિત્રવર્ગના કામની ચિંતા-તકલીફ રહે. તા. ૨૬ મે રવિ માનસિક પરિતાપ છતાં કામ ઉકેલવું પડે. ૨૭ સોમ નોકરી-ધંધાના કામ-પરિવારના કામની વ્યસ્તતા રહે. ૨૮ મંગળ કામકાજમાં પ્રગતિ-સાનુકૂળતા. ૨૯ બુધ ચિંતા-મુશ્કેલી હળવી થાય. ૩૦ ગુરૂ કામકાજમાં સરળતા. તા. ૩૧ મે શુક્ર યાત્રા પ્રવાસ-મુલાકાતમાં સંભાળવું. તા. ૧ જૂન શનિ વિચારોની સ્થિરતા જાળવવી.
મીન (દ.ચ.ઝ.થ.)
મે મહિનાની સમાપ્તિ અને જૂન મહિનાના પ્રારંભે વિચારોની સ્થિરતા જળવાય નહીં. અનિંદ્રા-ચિંતા-બેચેની અનુભવ્યા કરો. નોકરી-ધંધાના કામમાં, સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં, બેંકના કામમાં ધ્યાન આપવું પડે. ચિંતા-ખર્ચ-દોડધામ અનુભવાય. એકલતા-બંધન અનુભવતા હોવ તેમ લાગ્યા કરે. આરોગ્ય સાચવવું પડે.
છાતીમાં, શ્વાસમાં, બી.પી. ડાયાબીટીસમાં, હાડકાની તકલીફમાં સંભાળવું પડે. તા. ૨૬ મે રવિ ચિંતા-ખર્ચ. ૨૭ સોમ નોકરી-ધંધાના-બેંકના કામમાં સંભાળવું. ૨૮ મંગળ વિચારોની સ્થિરતા જાળવવી. ૨૯ બુધ માનસિક વ્યગ્રતા રહે. ૩૦ ગુરૂ શાંતિ-સ્વસ્થતા જાળવવી. ૩૧ મે શુક્ર હળવાશ રહે. તા. ૧ જૂન શનિવાર વિલંબમાં પડેલ કામ ઉકેલાય.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HNwglK
No comments:
Post a Comment