
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૨26 મે 2019, રવિવાર
સલમાન ખાન અને કેટરિના કૈફ હાલ પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન પ્રિયંકાથી નારાજ થયેલો સલમાન પ્રિયંકાને ટોણો મારવાની એક પણ તક જવા દેતો નથી. રોજરોજ નવીનવી ટીપ્પણીઓ પ્રિયંકા પર કરતો જ રહે છે. પ્રિયંકાએ લગ્ન કરવાના બહાને સલમાનની આ ફિલ્મ અચાનક જ સાવ છેલ્લે છોડી દીધી હતી.ત્યારથી પ્રિયંકા સલમાનની નારાજગીનો ભોગ બની છે. તાજેતરમાં ફરી એક વખત સલમાને પ્રિયંકાને ટોણો માર્યો હતો.
સલમાન ખાને ફરી ેક વખત પ્રિયંકા ચોપડા પર વ્યંગ કર્યો હતો. તેણે પ્રિયંકા પર પ્રહાર કરતા કહ્યું કે, '' મને પ્રિયંકાએ કહ્યુ ંહતું કે, મને આ ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ પસંદ હોવાથી મને આ ફિલ્મમાં કામ કરવું છે. જો પ્રિયંકાને ખરેખર ફિલ્મ 'ભારત'ની સ્ક્રિપ્ટ પસંદ પડી હતી, તો પછી પ્રિયંકાએ આ ફિલ્મના પ્રમોશનમાં ભાગ લેવો જોઇએ.
કેટરિનાને પોતાના રોલ વિશે પુછતાં તેણે જણાવ્યું હતુ ંકે, '' જ્યારે આ રોલ લખાયો હતો, ત્યારે હું એમાં નહોતી. ત્યારે વચમાં જ સલમાને ટાપશી પૂરાવતાં કહ્યું હતું કે, '' ત્યારે પ્રિયંકા ચોપરા હતી, જે આ ફિલ્મ માટે પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન કેટરિનાએ સલમાનને અધવચ્ચે બોલતા અટકાવતાં 'રિલેક્સ, રિલેક્સ' કહ્યું હતું. છતાં સલમાનપ્રિયંકાને ઉદ્દેશીને '' થેન્ક્યુ પ્રિયંકા' કહ્યું હતું.
સલમાન વધુમાં કહ્યુ ંહતું કે, '' પ્રિયંકા ચોપરાએ ભારત કરતાં બોલીવુડને વધુ મહત્વ આપ્યું. તેણે પોતાની જિંદગીમાં બહુ મહેનત કરી છે. જ્યારે તેને કારકિર્દીની સૌથી વધુ સારી ફિલ્મો ઓફર થઇ ત્યારે તેણે આ ફિલ્મને ઠુકરાવીને લગ્ન કરી લીધા. આવી ફિલ્મો મેળવવા માટે તો યુવતીઓ પતિને છોડી દેતી હોય છે.
થોડા દિવસો પહેલા પણ સલમાને આ મુદ્દા પર કહ્યુ ંહતુ ંકે, '' પ્રિયંકા, તારો આભાર' હું હમેશા તારોઆભારી રહીશ. મારી ફિલ્મના શૂટિંગ શરૃ થવાના ફક્ત પાંચ દિવસ આડે જ મને મળીને તું ફિલ્મમાં કામ નહીં કરી શકે, તેમ કહ્યું હતું. જો તું આ ફિલ્મ ન છોડત તો કેટરિનાને અમે બોર્ડ પર ન લઈ શકત.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K6YLh2
No comments:
Post a Comment