વરુણ ધવન વધુ એક ડાન્સ ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

વરુણ ધવન વધુ એક ડાન્સ ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 મે 2019, રવિવાર

મુંબઇનું એક હીપ હોપ ડાન્સ ગુ્રપ 'કિંગ્સ યુનાઇટેડ' તરીકે જાણીતું છે. તેમના પરથી જ વરુણ અને શ્રદ્ધાની 'એબીસીડી ટુ' બનાવામાં આવી હતી. 

તાજેતરમાં કિંગ્સ યુનાઇટેડે દુનિયાના ડાન્સ શો અમેરિક રિયાલિટી શોમાં જીત મેળવી છે. તેમની આ જીતને કારણે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા થઇ ગયા, આ પરથી નિર્માતા શૈલેન્દ્ર સિંહે આ ગુ્રપના હક્ક ખરીદ્યા છે, અને ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.

આ ગુ્રપ વરુણ અને શ્રદ્ધા અભિનિત ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર'માં પણ  પર્ફોર્મ કરતું જોવા મળશે. હવે આ ફિલ્મમાં વરુણ ક્યો રોલ ભજવે છે તે મહત્વનું છે.આ ગુ્રપનો લીડર સુરેશ મુકુંદનું પાત્ર ભજવે તેવી શક્યતા છે. સુરેશ અન ેવરુણ વચ્ચે આમ પણ સારું બોન્ડિંગ છે, અને બન્ને સદાય એકબીજાને સતત સંદેશાઓની લેવડદેવડ કરતા હોય છે, તેમ ટ્રેડ સોર્સે જણાવ્યું હતું. 

વરુણની ફિલ્મો રૃપેરીપડદે મોટા ભાગે હિટ જ થતી હોય છે. તેની 'કલંક' ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાતા વરુણ થોડો નિરાશ થઇ ગયો હોવાની ગુસપુસ હતી. તેણે પોતાનો જન્મદિવસ પણ મિત્રો સાથે દેશની બહાર મનાવ્યો હતો. 

વરુણ અને નતાશા ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે તેવી વાત ફરી થઇ રહી છે. જોકે બન્નેના પરિવાર તરફથી આ વાતને સમર્થન મળ્યું નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W3o2QC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages