કાજોલ રેણુકા શહાણેની ફિલ્મમાં કામ કરશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

કાજોલ રેણુકા શહાણેની ફિલ્મમાં કામ કરશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 મે 2019, રવિવાર

કાજોલ રૃપેરી પડદે છેલ્લે પ્રદીપ સરકારની ૨૦૧૮ની 'હેલીકોપ્ટર  ઇલા'માં જોવા મળી હતી.પતિ અજય સાથે આગામી ફિલ્મ 'તાનાજી ઃ ધ અનસંગ વોરિયર 'માં જોવા મળશે. અને હવે રેણુકા શહાણેની આગામી ફિલ્મ 'ત્રિભંગા'માં કામ કરવાની છે તેવી ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મમાં  શબાના આઝમી તેમજ મિથિલા પાલકર કામ કરી રહ્યા છે. મિથિલાએ ગયા વરસે જ ઇરફાન ખાન અને દલકીર સલમાન અભિનિત 'કારંવા'થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. 

'' રેણુકા શહાણે થોડા મહિનાઓથી કાજોલ સાથે આ પ્રોજેક્ટ બાબત થોડા મહિનાઓથી વાતચીત કરી હતી. તેને આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને વિષય પસંદ પડયો છે, અને તે કામ કરવા રાજી થઇ છે. જલદી જ કાજોલ સાથેની ફોર્માલિટી પૂરી કરવામાં આવશે.આ ફિલ્મ એક જ પરિવારની અલગ અલગ વય અન ેપેઢીની ત્રણ મહિલાઓની આસપાસ ફરે છે. રેણુકા હાલ સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે, જેણે પણ આ સ્ક્રિપ્ટ વાંચી છે તેણે સારો રિસપોન્સ આપ્યો છે, તેમ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું. 

આ ફિલ્મને સિદ્ધાર્થ પી મલ્હોત્રા નિર્માણ કરવાનો છે. રેણુકા દસ વરસ બાદ દિગ્દર્શન ક્ષેત્રે  ફરી સક્રિય થઇ રહી છે. આ પહેલાં ૨૦૦૯માં રેણુકાએ મરાઠી ડ્રામા 'રીટા'નું દિગ્દર્શન કર્યુ ંહતું જેમાં જેકી શ્રોફ અને પલ્વી જોશીએ કામ કર્યુ ંહતું. 

આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ મુંબઇમાં કરવામાં આવશે. આ વરસના અંતમાં શૂટિંગ શરૃ થાય તેવી શક્યતા છે. રેણુકાનો પતિ આશુતોષ રાણા આ ફિલ્મમાં મહત્વનો રોલ કરે તેવી શક્યતા છે, તેમ સૂત્રે વધુમાં કહ્યું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IaEKE3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages