કાચની બારીઓ તોડીને બહારની તરફ ઉભા રહી શ્વાસ લેવાની કોશિશ કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

કાચની બારીઓ તોડીને બહારની તરફ ઉભા રહી શ્વાસ લેવાની કોશિશ કરી


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 મે 2019, શનિવાર

નાટાની એક્ઝામની તૈયારી કરી રહેલો હર્ષ પરમાર પણ તક્ષશિલા આર્કેડમાં કોચિંગ ક્લાસમાં હાજર હતો. બચવા માટે તે ચોથા માળેથી કૂદતા કરોડરજ્જુમાં ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઘટના અંગે હર્ષ પરમારે કહયું કે, અમારા રૂમમાં બહારથી ધુમાડો આવવા લાગ્યો હતો. અમે નીચેની તરફ જવા ગયા તો એક ભાઇએ કહયું કે, આગ લાગી છે. તેથી અમે ત્યાંથી બીજા રૂમમાં ગયા હતા. પરંતુ ધુમાડો એટલો વધી ગયો હતો કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. તેથી ઉપરના ક્લાસમાં બારીઓ વધુ હોવાથી તે કાચની બારીઓ અમે તોડી નાંખી હતી.

અને બહારની તરફ ઉભા રહીને ચોખ્ખી હવા શ્વાસમાં લેવાની કોશિશ કરી. મારી સાથે તે સમયે ૨૦થી ૨૫ વિદ્યાર્થીઓ હતો. અમારા શિક્ષક ભાર્ગવ બુટાણીએ અમને બચાવવા કોશિશ કરી હતી. બે-ત્રણ છોકરીઓને બચાવી પણ હતી. છેલ્લે તેઓ પણ જીવ બચાવવા બારીની બહારની તરફ આવ્યા હતા. મે જ્યારે કૂદકો માર્યો ત્યારે હું નીચે પટકાયો હતો. અર્ધબેભાન અવસ્થામાં મને એટલું જ ખબર છે કે, બે ભાઇઓએ મને ઉંચકીને ગાડીમાં બેસાડયો હતો અને હોસ્પિટલ લઇ આવ્યા હતા.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30Nuf1Z

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages