બિલ્ડર સામે લડતા સોસાયટીના રહીશોને દબાવવા માટે પોલીસે તડીપારની નોટીસ આપી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 4 May 2019

બિલ્ડર સામે લડતા સોસાયટીના રહીશોને દબાવવા માટે પોલીસે તડીપારની નોટીસ આપી


- જેના પર ક્યારેય કોઈ ગુના નોંધાયા નથી તેવી વ્યક્તિઓને કહેવામાં આવ્યું કે તમે આ વિસ્તારમાં દાદાગીરી કરી જાહેરમાં મારઝૂડ કરી લૂંટ ચલાવો છો


અમદાવાદ, તા. 3 મે 2019, શુક્રવાર

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી નીલમ પાર્ક સોસાયટીમાં રહેતા લોકો હાલમાં એક બિલ્ડર સામે લડી રહ્યા છે કારણકે તેઓ જે સોસાયટીમાં રહે છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા છે તેમની જ એક ખાલી પડેલી જગ્યા પર બિલ્ડરે કબજો જમાવી દીધો હતો તેમજ તેના પર સાત માળની બિલ્ડીંગ બનાવી દીધી છે જેને કારણે રહીશોએ તેનો વિરોધ કર્યો છે અને બ્લડ આપવાનું શરૂ કર્યું છે.

આ સંદર્ભમાં નીચલી કોર્ટ અને હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે. રહીશો એકસંપ રાખીને સામે પડતા હોવાથી બિલ્ડર કશું કરી શકતો નથી, આથી તેમણે હવે બાપુનગર પોલીસનો સપોર્ટ લઈને રહીશો પર ખોટા કેસો કરવાનું શરૂ કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે તાજેતરમાં જ આવા બે રહીશોને પોલીસે તમને તડીપાર શા માટે ન કરવા તે સંદર્ભની નોટિસ આપી તેના જવાબ આપવાનો આદેશ કર્યો છે.

કુલ ચાર પાનાની આ નોટિસમાં જે મુદ્દાઓ લખ્યા છે તેમાં મુખ્યત્વે બાબતે છે કે જેને નોટીસ આપી છે તેને ખૂબ જ રીઢા ગુનેગાર ગણાવી દેવાયા છે. નોટિસમાં લખ્યું છે કે તમે ખૂબ જ માથાભારે અને ભયંકર તથા ખતરનાક વ્યક્તિ છો કોઈ પ્રમાણિત ધંધો કરતા નથી. આ વિસ્તારમાં દાદાગીરી કરી નાના વેપારીઓ પાસેથી આપતા પેટે પૈસા પડાવી દાદા તરીકેની ધાક જમાવો છો જાહેરમાં મારઝૂડ કરી ચપ્પુ બતાવી લૂંટી લો છો પ્રજાને મારો છો અહીં ના રહીશો અને વેપારીઓ તમારાથી ઘણા જ ડરે છે. તમારા ડર અને ભયના કારણે તમારા વિરુદ્ધમાં જાહેરમાં કોઈ ફરિયાદ કરવાની હિંમત કરી શકતા નથી.

આવા કારણો આપીને પોલીસે એવું લખ્યું છે કે અમદાવાદ ગ્રામ્ય ગાંધીનગર તથા ખેડા અને મહેસાણા જિલ્લાની હદમાંથી તમને તડીપાર કરવાની વિચારણા કરી છે તમને આ વિસ્તારોમાંથી બે વર્ષ માટે શા માટે તડીપાર નહીં કરવા તેના સ્પષ્ટ કારણો જણાવવા માટે એફ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર સમક્ષ રૂબરૂ હાજર થવું.

આવી નોટિસ મેળવનાર રાજેન્દ્રસિંહ પુવાર જણાવે છે કે હું સિવિલ એન્જિનિયર છું તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માન્ય સિવિલ એન્જિનિયરનું લાયસન્સ પણ ધરાવું છું. હું નિયમિત રીતે આઇટી રીટર્ન પણ ભરું છું, ભૂતકાળમાં મારી સામે કોઈ જ ગુના નોંધાયા નથી. દારૂ જુગાર લૂંટફાટ મારામારી છેડતી કે ચપ્પા બતાવવા ધમકી આપી વગેરે જેવા કોઇ જ કામ મેં કર્યા નથી પરંતુ આમ છતાં અમારી જમીનમાં ઘૂસી ગયેલો બિલ્ડર મદનલાલ જયસ્વાલ પોલીસને પૈસા આપી અમારી વિરુદ્ધ ખંડણી ઉઘરાવવાના પણ ખોટા કેસો કરાવી રહ્યો છે.

આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર તથા ડીસીપીને લેખિતમાં જાણ કરી છે જેમાં જણાવ્યું છે કે મેં આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો છે બિલ્ડર મદનલાલ જયસ્વાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની અમારી સોસાયટીની ખુલ્લી જમીન પર ખોટી રીતે પ્લાન પાસ કરાવ્યા છે અને ગેરકાયદેસર ડાયમંડ સ્ક્વેર નામનું સાતમાં બિલ્ડીંગ બાંધી દીધું છે.

2018માં અમારા વિરુદ્ધ ખંડણીની પણ ખોટી ફરિયાદ દાખલ કરાઇ હતી અમારા માતૃશ્રીનું એફઆઇઆરમાં નામ નહિ હોવા છતાં તેને પણ લોકઅપમાં પૂર્યા હતા. બીલ એની ખોટી ફરિયાદના આધારે બાપુનગર પોલીસે તમને 24 કલાક કસ્ટડીમાં રાખ્યા હતા તેમજ મને અને ભારત ભાઈ કોઠી વાલાને પોલીસ ઇન્સ્પેક્ટર હેમંત ચૌધરીએ અમે જાને ગુનેગાર હોય તેમ પગના તળિયે લાકડીના છ ડંડા માર્યા હતા બિલ્ડર સાથે આર્થિક લાભ મેળવીને પીઆઇ હેમંત ચૌધરી અમને તડીપાર કરવાની નોટિસ આપી રહ્યા છે. અમે બિલ્ડર સામે છીએ તે માટે પીઆઇ ખુદ વિવિધ પ્રકારની કાયદાકીય ગૂંચવણો નાખી રહ્યા છે એટલું નહી અમે સાવ સીધાસાદા માણસો હોવા છતાં અને કોઈ જાતના ગુના નહીં કરતા હોવા છતાં અમને રીઢા ગુનેગાર બનાવવાનો ગંભીર પ્રયાસ થઈ રહ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lk5aIb

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages