ભાવનગરના 10.32 લાખ મતોની રખેવાળી માટે રાઉન્ડ ધ ક્લોક પહેરો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 4 May 2019

ભાવનગરના 10.32 લાખ મતોની રખેવાળી માટે રાઉન્ડ ધ ક્લોક પહેરો


ભાવનગર, તા. 03 મે 2019, શુક્રવાર

ભાવનગરમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મતદારોએ નવા સાંસદના ભાવિનું ઈવીએમમાં સીલ કરી દીધું છે. આ તમામ ઈવીએમને ચૂંટણી પંચની માલિકીના વેરહાઉસ સ્થિત સ્ટ્રોંગરૂમમાં બંધ કરી દેવાયા બાદ કાળો કાગળો પણ ત્યાં ફરકી ન શકે તે માટે પોલીસ અને જવાનોનો રાઉન્ડ ધ ક્લોક પહેરો ગોઠવી દેવાયો છે. સુરક્ષા વ્યવસ્થા એટલી સજ્જડ છે કે, બિલ્ડીંગની ફરતે પણ હથિયારો સાથેના સીઆરપીએફ અને એસઆરપીના જવાનો તૈનાત કરાયા છે.

ભાવનગર લોકસભા બેઠક માટે ગત 23મી એપ્રિલના રોજ 10 ઉમેદરવારો માટે 2005 મતદાન મથકો પર 4726 EVM અને 2452 VVPAT સાથે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. ભાવનગરમાં લોકસભા બેઠક માટે 17.67 લાખ મતદારો પૈકી 1,032,110 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ સ્કૂટીની ટીમે સીલ મારેલા EVMને શહેરના વિદ્યાનગર સ્થિત સરકારી ઈજનેરી કોલેજની બાજુના ભારતના ચૂંટણી પંચની માલિકીના EVM અને VVPATના સંગ્રહ માટેનું સમર્પિત વેરહાઉસમાં સ્ટ્રોગરૂમ ખાતે મુકી દીધા હતા.

સ્ટ્રોગરૃમની સાથે વેરહાઉસ બિલ્ડીંગ ફરતે હથિયારી અને બિનહથિયારી પોલીસ, પરિસરમાં તિસરી આંખ સીસીટીવી કેમેરાની બાજ નજર

ભાવનગરના નવા સાંસદનું ભાવિ લઈને સ્ટ્રોગરૂમમાં કેદ થયેલા 10.32 લાખ મતોની રખેવાળી માટે ભાવનગર પોલીસ ઉપરાંત CRPFના જવાનોને જવાબદારી સોંપાઈ છે. 23મી બાદ અહીં 24 કલાક પોલીસનો પહેરો રાખવામાં આવી છે. જે આગામી 23મી મેને મતગણતરી સુધી યથાવત રહેશે. કોઈ ગેરરીતિ ન થાય તે માટે વેરહાઉસની અંદર કે તેની બહારની આસપાસમાં કોઈપણ બિનઅનિધિકૃત વ્યક્તિ ફરકે નહીં તે માટે ભાવનગર એસ.પી. અને ડીવાયએસપીના સુપરવિઝન નીચે આઠ-આઠ ત્રણ શિફ્ટમાં PI, PSI સાથે લોકલ પોલીસ તેમજ SRPનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત ડી-60 CRPF કંપીનાના સફાઈ કામદાર, રસોયાથી માંડી 54 જવાનો બે-બે કલાકની શિફ્ટમાં તૈનાત છે. પોલીસની એક શિફ્ટમાં 1 PI, 2 PSI, 16 પોલીસ અને હથિયારી તેમજ બિનહથિયારી 8 SRP જવાન કેમ્પસની અંદર, ગેટ કોર્નર, બિલ્ડીંગના પાછળની ભાગે તૈનાત રહે છે. પોલીસ-જવાનો ઉપરાંત 'પરીંદા ભી પૈરા ન માર શકે' તે માટે સીસીટી કેમેરાની તિસરી નજર પલ-પલને રેકોર્ડીંગ કરી રહ્યું છે.

કોંગ્રેસે સિક્યુરીટી ગાર્ડ મુક્યા, તો ભાજપ કહે છે અમારે જરૂર નથી!

કોઈપણ પક્ષ કે તેના કાર્યકર કે સમર્થક દ્વારા EVM સાથે ચેડા કરવામાં ન આવે અને મતદાનથી માંડીને મતગણતરી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચ રાજકીય પક્ષને EVM જ્યાં મુકાયા હોય તે પરિસરમાં જવાનો સાથે બેસવા-રહેવાની છુટ આપી છે. તેના અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા રાઉન્ડ ધ ક્લોક (24 કલાક) ચૂંટણી પંચના વેરહાઉસ ખાતે 3 શિફ્ટમાં બે-બે સિક્યુરીટી ગાર્ડ મુક્યા છે. જ્યારે ભાજપ પક્ષના હોદ્દેદારો કહે છે કે, અમારે સિક્યુરીટી કે કાર્યકર મુકવાની જરૂર નથી. પક્ષ તરફથી કોઈ સુચના નથી મળી કે ભૂતકાળમાં પણ ભાજપ પક્ષ તરફથી આવી કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું ભાજપના હોદ્દેદારે વાતચીતમાં જણાવ્યું હતું.

કેમ્પસમાં હથિયારધારી જવાનો

23મી મેએ સાંસદ બનવા મેદાનમાં ઉતરેલા 10 ઉમેદવારોનું ભાવિ EVMમાંથી ખુલી જશે. ત્યાં સુધી વેરહાઉસમાં કોઈ પણ શખસ પ્રવેશી ન શકે તે માટે કેમ્પસની બહાર ગેટ પર મેટલ ડિટેક્ટર, કેમ્પસમાં CCTV કેમેરા તો મુકાયા છે જ સાથે કેમ્પસની અંદર તેમજ બિલ્ડીંગની પાછળના ભાગે દિવાલો થેકીને કોઈ અંદર પ્રવેશી ન શકે તે માટે ત્યાં પણ હથિયારધારી જવાનો રાત-દિવસ પહેરો આપી રહ્યા છે.

CRPFના જવાનોનું 2 કલાકનું રોટેશન, પોલીસની 8 કલાકની ડયુટી

સ્ટ્રોગરૂમમાં રહેલા EVMની સુરક્ષા માટે વેરહાઉસ ખાતે ડી-60 CRPFની કંપનીના અધિકારીઓ, રસોયા, સફાઈવાળા કર્મચારી મળી કુલ 54 જવાનોને જવાબદારી સોંપાઈ છે. તેમની ડયુટીમાં દર 2 કલાકે જવાનોનું રોટેશન થાય છે. જ્યારે પોલીસ અને SRP માટે 24 કલાકમાં 3 શિફ્ટ રાખવામાં આવી છે. 8-8 કલાકની શિફ્ટમાં 1 PI, 2 PSI, 16 પોલીસ અને 8 SRPનો સમાવેશ થાય છે. એટલે કે 24 કલાકમાં કુલ 3 PI, 6 PSI અને 72 પોલીસ-SRP જવાનો EVMમાં પડેલા મતોની રખેવાળી કરી રહ્યા છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UVNxhq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages