ઉ.પ્રદેશથી હજાર માણસો લાવી તમને કૂતરાની જેમ માર ખવડાવીશ: ભારતી ઘોષની તૃણમૂલના કાર્યકરોને ધમકી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

ઉ.પ્રદેશથી હજાર માણસો લાવી તમને કૂતરાની જેમ માર ખવડાવીશ: ભારતી ઘોષની તૃણમૂલના કાર્યકરોને ધમકી


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 5 મે, 2019, રવિવાર

પશ્ચિમ બંગાળની ઘાટલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓને ધમકી આપવાને લઈને વિવાદમાં ફસાયા છે. ભારતી ઘોષનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતાના મત ક્ષેત્રના આનંદપુર વિસ્તારમાં તૃણમૂલના બે કાર્યકરોને જાહેરમાં ધમકાવતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં તેઓે તૃણમૂલના કાર્યકરોને ઉત્તર પ્રદેશથી ૧,૦૦૦ માણસો બોલાવીને પાઠ ભણાવશે તેવી ધમકી આપી રહ્યા છે. હકીકતે તૃણમૂલના કાર્યકરોએ તે વિસ્તારમાં પ્રચારમાં અડચણરુપ બની રહ્યા હતા જેથી ભારતીએ રોષે ભરાઈને જો તેઓ લોકોને ડરાવીને મત આપતા રોકશે તો તેમને ઘરમાંથી ખેંચીને કૂતરાની માફક માર મારવામાં આવશે તેવી ધમકી આપી હતી. 

ભારતી ઘોષ એક સમયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. પરંતુ પશ્ચિમ મિદનાપુરના બહાર બદલી કરાયા બાદ તેમણે ૨૦૧૭ની સાલમાં રાજીનામુ ધરી દીધું હતું.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘોષની ટિપ્પણીઓ અંગે પ્રતિક્રિયા આપતા ભારતીને લોકોને ધમકાવવાનું બંધ કરવા જણાવ્યું હતું. ઘાટલ લોકસભા બેઠક પર ૧૨ મેના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે તૃણમૂલના કાર્યકરો લોકોને ડરાવીને મતદાન કરતા રોકતા હોવાની માહિતિને પગલે ભારતીએ તેમને ધમકી આપી હતી. 

ઘાટલ મત વિસ્તારમાં પોતાની પાર્ટીના ઉમેદવાર અને અભિનેતા દીપક અધિકારી ઉર્ફે દેવ માટે પ્રચાર દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે જો તેઓ ભારતીએ નોકરી દરમિયાન તેમને જે મેસેજ મોકલેલા તે જાહેર કરશે તો ભારતી ભારે મુસીબતમાં મુકાઈ જશે.

સાથે જ તેમણે તેઓ ભારતીની પહેલેથી જ ધરપકડ કરાવી શકે તેમ હતા તેવો દાવો કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસે આ મામલે ફરિયાદ કરીને ભારતી ઘોષની ઉમેદવારી નામંજૂર કરવા ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. જો કે બંગાળના ભાજપ પ્રમુખ દિલિપ ઘોષે ભારતીનો પક્ષ લઈને તેની વાતને સમર્થન આપ્યું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H1273g

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages