
લખનૌ, તા. 5 મે, 2019, રવિવાર
ઉત્તર પ્રદેશના જનસત્તા દળ લોકતાંત્રિકના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ ઉર્ફે રાજા ભૈયા વિરૂધ્ધ મોટું પગલું ભરીને પ્રતાપગઢ જિલ્લા પ્રશાસને રાજા ભૈયાને એમના મત વિસ્તારમાં લોકસભા ચૂંટણીના મતદાનના દિવસે નજરકેદ રાખવાનો નિર્ણય કર્યો છે.
ઉત્તરપ્રદેશની કુંઠા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇને ધારાસભ્ય બનેલા રાજા ભૈયા વિરૂધ્ધ આ પગલું પ્રતાપગઢમાં આવતીકાલે તા.૬ મે એ થનારા પાંચમા તબક્કાના મતદાન અતંર્ગત લેવાશે. એક નેતારૂપે રાજા ભૈયાની છબી બાહુબલીની હોવાનું મનાય છે.
રાજા ભૈયા ઉપરાંત અન્ય સાત પ્રભાવશાળી લોકોને પણ નજરકેદ રખાશે, જેમાં ધારાસભ્ય વિનોદ સરોજ, ગુલશન યાદવ અને છવિનાથ યાદવનો સમાવેશ થાય છે. આ તમામ અગ્રણીઓ ફક્ત મત આપવા માટે બૂથ પર જશે. આ લોકોના લીધે મતદાન વેળા અશાંતિ ફેલાવાનો ભય રહેવાથી આ પગલું લેવાયું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J0Vnoh
No comments:
Post a Comment