
ભાવનગર, તા. 25 મે 2019, શનિવાર
સુરતની દુર્ઘટનાએ તંત્રની પોલ ખોલી નાખી છે તો આગામી સમયમાં આવી દુર્ઘટના બને તો તેની સામે ઝડપથી પગલા કઇ રીતે લઇ શકાય તે વિચારવાની તક પણ આપી છે. ભાવનગરની વાત કરીએ તો મહાપાલિકાના ફાયર બ્રિગેડ પાસે સ્ટાફનો અને સુવિધાનો અભાવ છે. આ અંગે ગંભીરપણે વિચારવું જરૂરી છે. ખાસ કરીને પાંચ ગામો કોર્પોરેશનની હદમાં ભળ્યા છે ત્યારે મહાપાલિકાની જવાબદારી વધી છે પરંતુ ફાયર બ્રિગેડની સુવિધા ઘટી છે !
ભાવનગર મહાપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં પુરો સ્ટાફ નથી. 2006માં જે મહેકમ હતું તેમાં પણ ઘટાડો કરી દેવાયો છે. સિદસર, અકવાડા સહિતના પાંચ ગામો હવે કોર્પોરેશનની હદમાં આવ્યા છે ત્યારે સ્ટાફ વધે તે જરૂરી છે પરંતુ આજસુધી આ મામલે કોર્પોરેશને વિચાર્યું નથી. આગ જેવી દુર્ઘટનામાં બચાવ કામગીરી માટે મહત્વનું કહી શકાય તેવું હાઇડ્રોલીક પ્લેટફોર્મ પણ ફાયર બ્રિગેડ પાસે નથી. વિસ્તરી રહેલા શહેરની વચ્ચે ભાવનગરમાં નિર્મળનગર ખાતે એકમાત્ર ફાયર સ્ટેશન આવેલું છે. અગાઉ પ્રભુદાસ તળાવમાં બીજુ ફાયર સ્ટેશન કાર્યરત હતું પરંતુ હાલ તે બંધ છે. ફાયર બ્રિગેડ પાસે જરૂરી સાધનો છે પરંતુ સ્ટાફનો અભાવ છે. કોર્પોરેશને કૌશલ્યપૂર્ણ સ્ટાફની ભરતી કરવી જરૂરી બની છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VP3Eh9
No comments:
Post a Comment