ધો-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ભાવનગર પાંચમાં ક્રમે, જિલ્લાનું 81.04% પરિણામ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

ધો-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ભાવનગર પાંચમાં ક્રમે, જિલ્લાનું 81.04% પરિણામ

ભાવનગર, તા. 25 મે 2019, શનિવાર

માર્ચ-19માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહનું પરીણામ આજે બોર્ડ દ્વારા જાહેર કરાયું છે. જેમાં ગત વર્ષની સરખામણીએ ઘણુ ઉંચુ પરીણામ આવર્ષે આવ્યું છે. ભાવનગર જિલ્લાનું ગત વર્ષે 55.69% સામે 25.35% વધીને આ વર્ષે 81.04% ઉંચુ પરીણામ જાહેર કરાયું છે. જે રાજ્યમાં પાંચમાં ક્રમે આવેલ છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2019માં લેવાયેલ ધો. 12 સાયન્સ, ધો. 10ના પરીણામો બાદ આજે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ વર્ષે જાહેર થયેલ પરીણામ ગત વર્ષની સરખામણીએ ઉંચુ આવેલ છે.

ભાવનગર જિલ્લામાં એચ.એસ.સી. સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 13826 ઉમેદવાર નોંધાયા હતા જેમાંથી 13775 પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી અને જાહેર થયેલ પરીણામમાં 33 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો હતો, તો 621 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે B1માં 2164, B2માં 3507, C1 ગ્રેડમાં 3301, C2માં 1436 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જ્યારે એન.આઈ.માં 2663 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. આ સુધારણાની જરૂરિયાતવાળા એન.આઈ. વિદ્યાર્થીઓ જુલાઈ-19ની પુરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે આ પુરક પરીક્ષા 14 જુલાઈના રોજ 3થી 6.15 દરમ્યાન યોજાશે. જેની અરજી 10-06 સુધી સ્વિકારાશે.

આમ ગત વર્ષે વિદ્યાર્થીની સંખ્યા સામે આ વર્ષે વિદ્યાર્થી સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. ત્યારે પરીણામની ટકાવારીમાં વધારો નોંધાવા પામ્યો છે. ગત વર્ષે વિદ્યાર્થીઓ 20619 હતા અને જિલ્લાની ટકાવારી 55.69 હતી તો આ વર્ષે વિદ્યાર્થીની સંખ્યા 13826 થઈ છે. તો ટકાવારી 81.04 ઉંચી થવા પામી છે.

જ્યારે બોટાદ જિલ્લામાં નોંધાયેલ 3996માંથી 3988 પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે ગ્રેડમાં A1માં 6, A2માં 165, B1માં 602, B2માં 1039, C1માં 1047, C2માં 481 વિદ્યાર્થીને ગ્રેડ મળ્યો છે. તો એન.આઈ.માં 629 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.અને પરીણામ 84.43% આવ્યું છે. આમ બોર્ડનું પરીણામ સારૂ આવતા વિદ્યાર્થીઓનો મોટા ભાગનો વર્ગ પાસ થયો છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30Mrttx

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages