વડોદરા,lતા.14 મે,2019,મંગળવાર
પાણીગેટ સુલેમાની ચાલ સામે આવેલી ફેથ હોસ્પિટલમાં આજે સાંજે ચોથે માળે લાગેલી આગને કારણે અફરાતફરી સર્જાઇ હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,ચાર મજલી ફેથ હોસ્પિટલના ચોથે માળે આવેલા સ્ટોરમાં મેડિકલ અને સ્ટેશનરીનો સામાન મુકવામાં આવ્યો હતો.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડતા રાહદારીઓ,સ્થાનિકો અને વાહનચાલકોમાં ઉત્તેજના વ્યાપી હતી.
ફાયર બ્રિગેડના પાણીગેટના સ્ટેશન ઓફિસર એમએન મોઢ સ્ટાફ સાથે આવ્યા હતા અને આઇસીયુના બે પેશન્ટ તેમજ બીજા આઠ પેશન્ટોને સુરક્ષિત રીતે બહાર લાવવાની કામગીરીમાં મદદરૃપ થયા હતા.પેશન્ટોના સગાં અને હોસ્પિટલનો સ્ટાફ પણ બહાર આવી જતાં કોઇ જાનહાનિ થઇ નથી.
આગને કારણે પીઓપીના પણ પોપડા ખડીને નીચે પડયા હતા.બે થી ત્રણ ગેસ સિલિન્ડર પણ બચાવી લેતાં મોટી દુર્ઘટના થતા રહી ગઇ હતી.જ્યારે,ત્રણ રસ્તા પર ટ્રાફિક જામ થઇ જતાં પોલીસે કામગીરી કરી હતી.એક કલાકની કામગીરી બાદ આગ કાબૂમાં આવી હતી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJIaUb
No comments:
Post a Comment