નખત્રાણા, સોમવાર
દેશના સીમાડાને ઓળંગીને વિદેશમાં પણ જેની સોડમ પ્રસરી છે તેવી કચ્છની પ્રખ્યાત કેસર કેરીને આ વખતે વાતાવરણની ભારે માઠી અસર પહોંચી છે. બાગાયતકારોના દાવા અનુસાર નિયમીત પાકની સામે આ વખતે ૬૦ ટકા જેટલું ઓછુ ઉત્પાદન આવે તેવી શક્યતા છે. તેની પાછળ વાતાવરણમાં વારંવાર આવતો પલટો અને તીવ્ર ઝડપે ફૂંકાયેલો પવન સહિતની બાબતો જવાબદાર છે.
કચ્છમાં આ વખતે કેસર કેરીનું ઓછુ ઉત્પાદન આવવા પાછળનું કારણ આપતા વેશલપરના બાગાયતકાર રવિ વાલાણી જણાવે છે કે, ઠંડી વાધારે એટલે કે પાંચ મહિના ચાલી હતી. આ ઉપરાંત વારંવાર કમોસમી વરસાદના કારણે કેરીનું બંધારણ ખોરવાયું છે. નખત્રાણા તાલુકાના ખીરસરા(રોહા), વેશલપર, સુખપર, રામપર, જીયાપર, વિાથોણ વગેરે ગામોમાં ખેડૂતો મોટાપાયે કેરીનું ઉત્પાદન મેળવે છે. કચ્છની કેસર કેરીની મીઠાશ વધુ અને ફળ મોટુ હોવાથી લોકપ્રિય છે. માંડવી તાલુકાના રત્નાપર, મંઉ, ગઢશીશા, દેવપર, રાજપર વગેરે ગામોમાં આંબાના બગીચા આવેલા છે. આ વિસ્તારમાં આશરે ૧પ૦૦ એકરમાં કેરીના બગીચા છે. ખીરસરાના ખેડૂત ઝવેર પટેલના જણાવ્યા અનુસાર ક્લાઈમેટ ચેન્જના કારણે કેરીના પાકમાં દાગ લાગી જવાની પુરી શક્યતા છે. તેમજ ઉત્પાદન માંડ ૪૦ ટકા થાય તેવું લાગી રહ્યું છે. દરવર્ષે ખેડૂતોને લાગતા ફટકાના કારણે ગઢશીશા પંથકમાં તો કેરીના બગીચામાં જ હવે ઘટાડો થવા માંડયો છે! નખત્રાણાના ભરત કેસરાણીના કહેવા મુજબ આંબામાં ફૂલ લાગતા જ ખરી ગયા છે. હાલ આંબા પર લાગેલા ફળની સંખ્યા ખુબ ઓછી જોવા મળી રહી છે. ગુજરાતમાં અમદાવાદાથી લઈને મુંબઈ, બેંગલોર, મધ્યપ્રદેશ અને છેક દિલ્હી સુાધી કચ્છની કેસર કેરી પહોંચે છે. કચ્છમાં બગીચા વેચાણ લેતા વેપારીઓ આવી રહ્યા છે. પણ પુરતા ભાવના અભાવે હજૂ સુાધી સોદા થતા નાથી. ખેડૂતોને ૪૦થી ૪પ રૃપિયા ભાવ મળવાની અપેક્ષા સામે વેપારીઓ ૩૦થી ૩પ રૃપિયા ભાવ ભરી રહ્યા છે.
નિકાસના સીધા લાઈસન્સ ન હોવાથી ખેડૂતોના ભાગમાં ખાસ નફો આવતો નથી
ભુજના પરેશ ઠક્કર ખેડૂતોની સિૃથતિ પર પ્રકાશ પાડતા કહે છે કે, કચ્છની કેસર કેરી દેશ-વિદેશમાં વખણાય છે, પરંતુ કોઈ વેપારી કે ખેડૂત પાસે સીધુ લાઈસન્સ ન હોવાથી વિદેશમાં નિકાસ કરી શકતા નાથી. ખેડૂતોએ નાના વેપારીઓ માફરત અમદાવાદ અને મુંબઈમાં કેરી મોકલવી પડે છે. જ્યાં તેમના લેવલાથી ટ્રેડિંગ થાય છે. માટે કચ્છના ખેડૂતોના ભાગમાં ખાસ નફો આવતો નાથી!
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vopmsb
No comments:
Post a Comment