કરણી સેનાની ગીતકાર જાવેદ અખ્તરને માફી માગવાની અથવા ગંભીર પરિણામ ભોગવવાની ધમકી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

કરણી સેનાની ગીતકાર જાવેદ અખ્તરને માફી માગવાની અથવા ગંભીર પરિણામ ભોગવવાની ધમકી


મુંબઇ, તા. 4 મે 2019, શનિવાર

ગીતકાર જાવેદ અખ્તરને ઘુંઘટ પ્રથા પર પ્રતિબંધની માગણી કર્યા બાદ રાજસ્થાન સ્થિત કરણી સેનાએ ગીતકાર જાવેદ અખ્તરને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. કરણીસેના મહારાષ્ટ્રના પ્રમુખ જીવણસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અમે જાવેદ અખ્તરે ત્રણ દિવસમાં તેમની આ ટિપ્પણી બદલ માફી માગવાનું જણાવ્યું છે અથવા તેમને ગંભીર પરિણામ ભોગવવું પડશે.

તાજેતરમાં શિવસેનાના મુખપત્ર સામનામાં બુરખા પર પ્રતિબંધ લાવવાની માગણી કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં જાવેદ અખ્તરે ગુરુવારે ભોપાલમાં જણાવ્યું હતું કે જો તમે બુરખા પ્રથા પર પ્રતિબંધ લાવવા માગતા હોય અને જો આ કોઇ એક વ્યક્તિનો વિચાર હોય તો મને કોઇ વાંધો નથી. પણ તે પહેલા ચૂંટણીના અંતિમ ચરણમાં રાજસ્થાન સરકારે રાજ્યમાં ઘુંઘટ પ્રથા પર પણ પ્રતિબંધ મૂકવો જોઇએ. હું માનું  છું કે ઘુંઘટ પ્રથા પણ જવી જોઇએ અને તેની સાથે બુરખા પ્રથા પણ બંધ થવી જોઇએ તો તેથી મને ખૂબ જ આનંદ થશે.

આ બાબતે માધ્યમો સમક્ષ ખુલાસો કરતા શુક્રવારે અખ્તરે જણાવ્યું હતું કે અમૂક લોકોએ મારું વિધાન મારી મચડીને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પણ મે કહ્યું હતું કે શ્રીલંકામાં સલામતીના કારણોસર બુરખા પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હશે પણ મહિલા સશક્તિકરણ માટે બુરખા(નકાબ) હોય કે ઘુંઘટ પ્રથા બન્ને બંધ થવા જોઇએ પણ જમણેરી વિચાર ધારા ધરાવતા લોકોએ મારા વિધાનનો વિપર્યાસ કરી દીધો છે.

આ પહેલા કરણીસેનાએ 'પદ્માવત' ફિલ્મ સામે એક વર્ષ લાંબો હિંસક દેખાવ કર્યો હતો તેમજ તાજેતરમાં 'મણિકર્ણિકા ઃ ધ ક્વિન ઓફ ઝાંસી'ના નિર્માતાઓને પણ ધમકી આપી હતી. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JmkVvk

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages