શિવસેના સાથે છેડો ફાડનારા નારાયણ રાણેની આત્મકથા બહાર પડશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

શિવસેના સાથે છેડો ફાડનારા નારાયણ રાણેની આત્મકથા બહાર પડશે


- ઉદ્ધવ ઠાકરેએ લોકોને કેટલી તકલીફ આપી અને શિવસેના છોડવાના કારણોનો ઉલ્લેખ

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 4 મે 2019, શનિવાર

ભારતીય જનતા પાર્ટીના ક્વોટામાંથી રાજ્ય સભા ઉપર ચૂંટાઇ આવેલા મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટીના સર્વેસર્વા નારાયણ રાણેનું આત્મચરિત્ર વિમોચન માટે તૈયાર થઇ ગયું છે અને હવે એનું વિમોચન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કરવામાં આવવાનું છે.

એક જમાનાના શિવસેનાના તેજ તર્રાર નેતા, માજી મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ પોતાનું આત્મચરિત્ર લખીને તૈયાર કર્યું છે જેમાં અનેક રહસ્યમય મુદ્દાઓ ઉજાગર થશે. શિવસેના કેમ છોડી? ઉદ્ધવ ઠાકરે આ શિવસેના પક્ષ પ્રમુખએ લોકોને કેવી રીતે તકલીફ આપી એની વિગતો નારાયણ રાણેએ પોતાના 'ઓટોબાયો ગ્રાફી'માં લખી છે. શિવસેનામાં શાખા પ્રમુખ બન્યા ત્યારબાદ નગરસેવક, બેસ્ટ કમિટી ચેરમેન, ૧૯૯૦થી વિધાનસભ્ય ૧૯૯૫માં ડો. મનોહર જોશીના પ્રધાનમંડળમાં પ્રધાન, ૧૯૯૯માં મુખ્ય પ્રધાન, ત્યારબાદ વિપક્ષ નેતા આવી રાજનીતિક સફર કર્યા બાદ ૨૦૦૫માં નારાયણ રાણેએ શિવસેના છોડી અને કોંગ્રેસમાં જોડાયા. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી તેમણે કોંગ્રેસનો ત્યાગ કરીને પોતાની મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટી બનાવી.

ભાજપના સમર્થનમાં તેઓ રાજ્યસભામાં પહોંચ્યા આ બધી રાજકીય સફર રાણેએ તેમના આત્મચરિત્રમાં નોંધાવી છે. ઉદ્ધવ ઠાકરે મારા દુશ્મન નથી પણ એમના સાથે વૈચારિક મતભેદો હોવાનું પણ રાણેએ કહ્યું છે. 'અબ આયેગા મઝા સબકા હિસાબ હોગા!' એવું ટ્વીટ રાણેપુત્ર નિતેશે ટ્વીટમાં  કહ્યું છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PMIS0n

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages