કપડવંજ તાલુકાના 42 ગામોમાં વધારાના બોરવેલ તથા પાઈપલાઈનથી પીવાનું પાણી અપાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

કપડવંજ તાલુકાના 42 ગામોમાં વધારાના બોરવેલ તથા પાઈપલાઈનથી પીવાનું પાણી અપાશે

ગાંધીનગર, તા. 4 મે 2019, શનિવાર

નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યું કે, ખેડા જિલ્‍લાના નાગરિકોને ઉનાળામાં પીવાનું પૂરતુ પાણી સમયસર મળી રહે તે માટે જિલ્‍લા પ્રશાસન દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. 

કપડવંજ તાલુકાના 42 ગામોમાં નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સત્વરે વધારાના બોરવેલ તથા પીવાના પાણીની વધારાની પાઇપલાઇન દ્વારા પાણી પુરવઠો સત્‍વરે પહોંચાડવામાં આવશે. નાણાંના અભાવે પીવાના પાણીનું કોઇપણ કામ અટકશે નહીં.

નડિયાદ ખાતે ખેડા જિલ્‍લામાં પીવાના પાણીના પ્રશ્નો અંગે જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જિલ્‍લામાં જે વિસ્‍તારોમાં પીવાના પાણીના પ્રશ્નો અંગેની રજૂઆતો મળે તો તેનો સત્વરે હકારાત્‍મક ઉકેલ કરવા સૂચનાઓ આપી હતી.

નાયબ મુખ્‍યમંત્રીએ અન્‍ય જિલ્‍લાઓ કરતાં ખેડા જિલ્‍લામાં પીવાના પાણીના પ્રશ્નો હળવા છે તેમ જણાવતાં ઉમેર્યું હતું કે, ખેડા જિલ્‍લામાં હયાત પાણી પુરવઠા યોજનાની મરામત કામગીરી, નવી પાઇપલાઇન નાખવી, નવા ટયુબવેલ બનાવવા, નાગરિકોને નર્મદા યોજનાના પાણી સહિત અન્‍ય યોજનાઓમાં પાણી મળી રહે તે માટે લાંબાગાળાનું આયોજન ઘડી કાઢવામાં આવશે.

જે વિસ્‍તારોમાં પીવાના પાણીની અછત છે તેવા વિસ્‍તારોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. એટલું જ નહી આવા વિસ્‍તારોમાં પાણી પુરવઠા યોજનાઓને ઝડપભેર શરૂ કરવા માટે તથા જરૂર જણાય તો ટેન્‍કર કે અન્‍ય સોર્સ મારફતે પીવાનું પાણી પહોંચાડવા તેમણે જિલ્‍લાના તંત્ર વાહકોને સુચનાઓ આપી હતી.

નાયબ મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે, જિલ્‍લામાં પાણી પુરવઠા બોર્ડ તેમજ ધારાસભ્ય, સંસદસભ્યશ્રીની ગ્રાન્‍ટમાંથી બનેલ હેન્‍ડ પંપ જો બંધ હાલતમાં હો તો તેને બે દિવસમાં મરામત કરવા પાણી પુરવઠા બોર્ડના અધિકારોઓને તાકીદ કરી હતી.

ખેડા જિલ્‍લામાં અગિયાર ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી ચાર ચેકડેમની ટેન્‍ડર પ્રક્રીયા પૂર્ણ થઇ છે. આગામી સમયમાં કામગીરી હાથ ધરાશે. જેને પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થશે અને જળસ્‍તર ઉંચા આવશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y5CSCz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages