નોકરીમાંથી કાઢી મુક્યો તો પાકિસ્તાની મૂળના કર્મચારીએ ભારતીય બોસની કરી હત્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

નોકરીમાંથી કાઢી મુક્યો તો પાકિસ્તાની મૂળના કર્મચારીએ ભારતીય બોસની કરી હત્યા

લંડન, તા. 12. મે. 2019 રવિવાર

બ્રિટનમાં ભારતીય મૂળના એક વ્યક્તિની પાકિસ્તાની મૂળના વ્યક્તિએ કરેલી હત્યામાં મોટો ખુલાસો થયો છે.

લંડન પોલીસના કહેવા પ્રમાણે ભારતીય મૂળના મહોમ્મદ નદીમુદ્દીન અને પાકિસ્તાની મૂળના આકીબ પરવેઝ એક જ સ્ટોરમાં કામ કરતા હતા.જ્યાં નદીમુદ્દીન મેનેજર હતો અને આકીબ તેના હાથ નીચે કામ કરતો હતો.

નોકરીમાં ખરાબ પરફોર્મન્સના કારણે નદીમુદ્દીને બે સપ્તાહ પહેલા જ આકીબને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.જેના પગલે રોષે ભરાયેલા આકીબે નદીમુદ્દીનની હત્યાનુ કાવતરુ રચ્યુ હતુ.

8 મેના રોજ નદીમુદ્દીન કામ પરથી પાછો ફરી રહ્યો હતો ત્યારે આકીબે પાર્કિંગમાં નદીમુદ્દીન પર ચાકુ વડે હુમલો કર્યો હતો. નદીમુદ્દીનનુ સ્થળ પર જ મોત થયુ હતુ.પોલીસે આકીબની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E2OChD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages