બનાસકાંઠા: ઉપલાખાપાના લોકોને પાણી માટે 80 ફૂટ ઊંડા કૂવામાં ઉતરવા મજબૂર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

બનાસકાંઠા: ઉપલાખાપાના લોકોને પાણી માટે 80 ફૂટ ઊંડા કૂવામાં ઉતરવા મજબૂર

પાલનપુર,તા.13 મે 2019, સોમવાર

સરહદી જિલ્લો બનાસકાંઠામાં ઉનાળો આકરો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લાના કેટલાક ગામોમાં એકબાજુ પશુઓ માટે ઘાસચારાની તંગી જોવા મળી રહી છે જ્યારે બીજી બાજુ લોકોને પાણી માટે ભરબપોરે રઝળપાટ કરવી પડી છે. ત્યારે અમીરગઢ તાલુકાના ખાપા, ઉપલાખાપા, ઉપલાબંધ જેવા ગામોમાં લોકો પોતાના જીવ જોખમમાં મુકી ૮૦ ફૂટ ઊંડા કુવામાં ઉતરી કૂવો ખોદી તરસ છીપાવવા પાણી મેળવવા મજબૂર બન્યા છે. સરકારની પાણી માટેની જાહેરાતો માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે. પાણી મેળવવા માટે રઝળપાટ કરતા લોકોના દ્રશ્યો આ ગામોમાં કરુણ વરવી વાસ્તવિકતા બતાવી રહ્યા છે.

ઉનાળાની શરૃઆતમાં જ બનાસકાંઠાના વનવાસી વિસ્તાર અમીરગઢમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. અમીરગઢ પંથકમાં પાણી માટે હેડપંપનો સૌથી વધારે ઉપયોગ થાય છે. પરંતુ ગયા વર્ષે નહિવત વરસાદના કારણે મોટાભાગના હેડપંપમાંથી પાણી આવતું બંધ થઈ ગયું છે. ત્યારે હેડપંપો બંધ હાલતમાં હોવાથી પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે ત્યારે વિસ્તારના લોકો હવે કૂવા ઊંડા કરી પાણી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાંના વિસ્તારમાં મોટા પ્રમાણમાં વનવાસી લોકો વસવાટ કરી રહ્યા છે. છૂટા છવાયા પર્વતો પર રહેતા આ વિસ્તારના લોકો પણ આ વર્ષે પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા અમીરગઢ તાલુકાના ગામોમાં ૨૪૦૦ જેટલા હેડપંપ નાખવામાં આવ્યા છે. જોકે ઉનાળાની શરૃઆતમાં જ મોટાભાગના હેડપંપ બંધ હાલતમાં હોવાથી આ વિસ્તારના લોકોને પીવાના પાણીની મોટી સમસ્યા ઉભી થઈ છે. અમીરગઢ વિસ્તારના ખાપા ઉપલા ખાપા ઉપલોબંધ જેવા ગામડાઓ જે રાજસ્થાન બોર્ડર પર આવેલા ગામડાઓ છે. આ ગામડાઓમાં ેપહેલા જે કુવા બનાવવામાં આવ્યા હતા એ પણ પાણીના તળ ઊંડા ઉતરતા હાલ કુવા પણ કોરા ધાકોર થઈ ગયા છે. ત્યારે આ વિસ્તારમાં લોકો હવે જે કૂવા હતા એને ઊંડા કરવા માટે મથી રહ્યા છે. કૂવા ઊંડા કરવાથી અંદરથી પાણી મલી રહે તે માટે તેઓ હાલ ખરા તાપમાં પણ આ વિસ્તારના લોકો કૂવા ઊંડા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે તેમની મદદમાં મહિલાઓ પણ આ ખરા તાપમાં કૂવાને ઊંડા કરવામાં પોતાના બાળકો સાથે મહેનત કરી રહી છે. આ વિસ્તાર ડુંગરાળ હોવાથી કૂવા ખોદવામાં મોટી તકલીફ પડી રહી છે. જમીનમાં છેક નીચે સુધી પથ્થર જ જોવા મળી રહ્યા છે. જેના કારણે ખોદવામાં વધારે મુશ્કેલી થાય છે. અને દિવસ દરમિયાન માત્ર ૨ ફૂટ જેટલું જ ખેોદી શકાય છે. ત્યારે કહી શકાય કે પાણી મેળવવા માટે કૂવા તો ખોદી રહ્યા છે પરંતુ આ કુવાને ઊંડા કરવામાં હજુઘણા દિવસો સુધી મહેનત કરવી પડસે તેવું લાગી રહ્યું છે.

બનાસકાંઠાના રાજસ્થાન બોર્ડર પર આવેલા અમીરગઢ તાલુકાના ખારા ઉપલા ખારા ઉપલાબંધ જેવા આ ગામડાઓમાં પાણીની સમસ્યામાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે વરસાદ નહિવત થતાં આ વિસ્તારમાં કૂવાઓમાં પાણી ખલાસ થઈ જવા પામ્યું છે. આ વિસ્તારમાં કૂવા બનાવવામાં આવ્યા હતા તે કૂવામાંથી પાણી લઈ આ લોકો ખેતી તેમજ પશુપાલન કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા પરંતુ આ વર્ષે ઉનાળાની શરૃઆતમાં જ કુવાઓમાંપાણી ખુટી ગયું છે અને લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે હવે આ લોકોએ જાત મહેનત જિંદાબાદ નિર્ણય કરી પોતાના કૂવાઓને ઊંડા કરી પાણી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ વિસ્તારમાં સરકાર દ્વારા બનાવેલા ચેકડેમ હાલ પાણી વિના સુક્કાભઠ્ઠ નજરે પડી રહ્યા છે. જે નહેર પણ બનાવવામાં આવી હતી તે પણ કોરીધાકોર જોવા મળી રહી છે. ખારા ગ્રામ પંચાયત આગળ આવેલો હેડપંપ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. ઉપલા ખારા ગામે બનાવેલ પાણીની પરબ પર તાળા લગાવેલ જોવા મળી રહ્યા છે. ગામમાં આપવામાં આવતું પાણી જેની પ્લાસ્ટીકની ટાંકી પણ પાણી વિના જોવા મળી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા જે બોર બનાવ્ય ો હતો તે પણ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે કહી શકાય કે જે રીતે આ વિસ્તારમાં પાણી વિના લોકો ટળવળી રહ્યા છે તે બહુ દુખ દાયક છે. ત્યારે આ પાણીની તંગીને લઈ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે અમીરગઢ ટીડીઓ બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે હાલ અમીરગઢ તાલુકામાં ૬૯ ગામો છે. ટેન્કર દ્વારા પાણી ૧૪ ગામોમાં આપી રહ્યા છીએ તેમજ હજુ જે રીતે વધી માંગણીઓ આવી રહી છે તેમ વધુ ટેન્કર પાણી આપવામાં આવશે. પાણી પરવઠા વિભાગ દ્વારા ૬૨ નવા હેડપંપ બનાવવામાં આવ્યા છે. લોક કૂવા બનાવે છે તેમાં પાણી મળી રહે છે. સરકાર દ્વારા પણ કૂવા બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ કૂવા ખોદવામાં પથ્થર હોવાથી લોકોને કૂવો ખોદવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે લોકોની માંગ છે કે સરકાર દ્વારા કૂવા ખોદવામાં મદદ કરવામાં આવે.

આખા દિવસમાં માત્ર બે ફૂટ જ કૂવો ખોદાય છે, ગ્રામજનો

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામોમાં લોકો પાણી મેળવવા રઝળપાટ કરી રહ્યા છે ત્યારે અમીરગઢના ખાપા, ઉપલાખાપા, ઉપલાબંધ સહિતના ગામોના લોકો પોતાની તરસ છીપાવવા જાતે જ ૮૦ ફૂટ ઊંડા કૂવામાં ઉતરી પોતાનો જીવ જોખમમાં મુકી તેમાં કૂવો ખોદી પાણી મેળવવા રઝળપાટ કરી રહ્યા છે. જેમાં આખા દિવસમાં માત્ર બે ફૂટ જ કૂવો ખોદાય છે તેવુ ગ્રામજનોએ જણાવ્યું હતું.

બે બેડા પાણી મેળવવા આખો દિવસ બગડે છેઃ મહિલાઓ

આ અંગે ગામની મહિલાઓએ જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમો ભરબપોરે પાણી મેળવવા માટે રઝળપાટ કરવો પોડી રહ્યો છે. જેમાં માત્ર બે બેડા પાણી મેળવવા માટે આખો દિવસ બગડે છે. જેથી ઘરનું બીજું કામ પણ થતું નથી.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VxD5lj

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages